Vadodara

પાદરામાં શ્રાવણનો જુગાર રમતા 66 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા

પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણનો જુગાર રમતા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી હતી. જેમાં પાદરા માં ચાર , વડુ માં નવ, કેસ કર્યા હતા જેમાં ૬૬ ઈસમો શ્રાવણીઓ જુગાર રમતા પોલીસના હાથે ઝડપ્યા હતા જેમાં ૨ મોબાઈલ, ૨ ટુ વહીલર સહિતના મુદ્દામાલનો સમાવેશ થાય છે. પાદરા વડુ પંથકમાં ૧૩ સ્થળે શ્રાવણીઓ જુગાર પર દરોડા પાડી જુગાર રમતા ૬૬ ઇસમોની પાસેથી રૂ. ૨,૦૪૦૬૦/- થી વધુ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી શ્રાવણીઓ જુગાર રમતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.બ્રહ્મમહનવશી ગામની સીમમાં વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે સુરેશ ચીમન પરમાર, વિજય ફતેસિંહ પરમાર, રણછોડ રમેશ રાવળ, જનક ભગત માળી, જયંતિ છોટુ માળી, રાજુ રમણ રાવળ, માસર ગામે ઊંડા ફળિયામાં તળાવની પાળ પાસે હિરલ પઢીયાર ના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં મહેબૂબ ઇબ્રાહિમ મલેક, અજય મગન પટેલ, મેહુલ ધનસુખ ગોહિલ,

કર્ણાકુવા : ચીરકુઈ સીમ વિસ્તાર તેમજ સ્કૂલની પાછળ  મુકેશ સુરેશ પરમાર, સંજય ચંદુ માળી, રણજિત મોહન માળી, વીનું મેલા પરમાર, કાલુ ઉર્ફે અક્ષય ફતેસિંહ પરમાર, જગદીશ મોળી પરમાર, ફતેસિંહ બાબુભાઇ પરમાર, ભિથીભાઈ ભીખા પરમાર, દિનેશ તળજા મકવાણા ચિત્રાલ માં કિશન રમેશ માળી, દિલીપ ગણપત માળી, અરવિંદ રમણ રાવળ, વિશ્રામપુરા માં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ માં આવેલ ઝાડની નીચે જાહેર માં ખુલ્લી જગ્યામાં    વિજય ખુમાનસિંહ ઠાકોર, રાજેન્દ્ર રમણ પરમાર, સુરેશ ભાઈલાલ પરમાર, પ્રવીણ રણછોડ પરમાર, મુવાલ ગામે  ખારાંકુવા વિસ્તારમાં આવેલ ભાથીજી મંદિર બાજુમાં  પ્રવીણ ચંદુ પરમાર, સંજય રામચંદ્ર પટેલ, કેતન ઈશ્વર રોહિત, જશપાલભાઈ અશોક પરમાર, મુકેશ છીતા રોહિત, વિનોદ ડાહ્યા રોહિત, ઘનશ્યામ રૂપા હરિજન એકલબારા ભાવપુર ખાતે ખુલ્લી જગ્યામાં જશવંત દેવીસિંહ પઢીયાર, હરિસિંહ રમેશ પઢીયાર, ઝડપાયા હતા.

Most Popular

To Top