National

જે પત્નીની હત્યાના આરોપમાં કોર્ટના ચક્કર લગાવતો રહ્યો તે પત્ની કોર્ટ મેરેજ કરીને પ્રેમી સાથે એશથી રહેતી

બાગપત: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપતમાં એક વર્ષ પહેલા જે મહિલાનો પતિ (Husband) હત્યાના (Murder) કેસમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યો હતો તે પત્નીએ કોર્ટ મેરેજ કરીને તેના પ્રેમી સાથે રહેતી હતી. આ કેસથી પોલીસની (Police) કાર્યશૈલી પર પણ સવાલો ઊઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશના બાગપતમાં એક વર્ષ પહેલાં જે મહિલાના પરિવારના સભ્યોએ તેના પતિ વિરુદ્ધ બલૈની પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો તે હવે ગાઝિયાબાદના લોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરીને રહેતી જોવા મળે છે. જેનો કબજો મેળવી પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરી હતી.

  • નોઇડાના સોરખા ગામની ઘટના
  • હત્યાનો કેસ લડવા પતિએ જમીન પણ વેચી દેવી પડી, પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો

એક વર્ષ પહેલા નોઇડાના સોરખા ગામના રહેવાસી કાલુરામે મે 2021માં બલાઈની પોલીસ સ્ટેશનમાં જમાઈ બિજેન્દ્ર વિરુદ્ધ તેની બહેન પૂજાની હત્યા માટે કેસ દાખલ કર્યો હતો. જે બાદ પરિણીતાના પતિ બિજેન્દ્રએ હાઈકોર્ટમાંથી ધરપકડ પર સ્ટે લઈ લીધો હતો અને પોલીસ સાથે મળીને પૂજાની શોધખોળ શરૂ કરી હતી. જે ઢીકોલીમાં રહેતા પ્રેમી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ એક વર્ષ બાદ લોનીમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પત્નીને પોલીસ સ્ટેશન લાવી આકરી પૂછપરછ શરૂ કરી છે. પોતાની સામેનો હત્યાનો કેસ લડવા આ શખ્સે પોતાની જમીન પણ વેચી દેવી પડી હતી.

Most Popular

To Top