સુરત : શહેરના ભરીમાતા રોડ પર રહેતી કીશોરી ઘર પાસે દૂધ (Milk) લેવા ગઈ ત્યારે તેની ઘરની પાસે રહેતા યુવકે હાથ પકડીને છેડતી કરી હતી. વારંવાર પરેશાન કરતો હોવાથી તેની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી.
- ‘તું મારી સાથે વાતચીત કેમ કરતી નથી’ કહીને ભરીમાતા રોડ પર પડોશીએ કીશોરીની છેડતી કરી
- 16 વર્ષીય દિકરી ઘરે રડતી હતી તે સમયે પિતાએ શું થયું તેમ પુછતા દીકરીએ સમગ્ર ઘટના જણાવી
ભરીમાતા રોડ પર આવેલા આવાસમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ૪૫ વર્ષીય પિતાએ તેની દિકરીની છેડતી કરનાર સામે ફરિયાદ નોંધાવી હતી. રીક્ષા ચાલકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. રીક્ષા ચાલક ગઈકાલે સવારે પત્ની સાથે રીક્ષા લઈ રામનગર ખાતે કામ પર મુકવા માટે ગયો હતો. બાદમાં સૈયદપુરા ખાતે સંબંધીના લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી રીક્ષા લઈને ઘરે સંતાનોને લેવા માટે ગયો હતો.
ત્યારે તેમની ૧૬ વર્ષીય દિકરી આરતી ઘરે રડતી હતી. પિતાએ શું થયું તેમ પુછતા આરતીએ જણાવ્યુ કે, ૨૪ ફેબ્રુઆરીએ તે દુધ લેવા માટે ગઈ ત્યારે તેમના ઘરની નીચે રહેતો ચિરાગ રમેશભાઈ સ્વાઈ તેમના ઘર પાસે આવ્યો હતો. અને આવીને ‘તું કેમ મારી સાથે વાતચીત નથી કરતી’ તેમ કહી વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો. આરતીએ ‘હું ઘરે એકલી છું, તું અહીંથી ચાલ્યો જા’ કહેતા ચિરાગે આરતીનો હાથ પકડી તેની છાતીના ભાગે સ્પર્શ કર્યો હતો. આરતીએ જોરથી બુમો પાડવા લાગીશ તેવું કહેતા ચિરાગ ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારપછી ગઈકાલે ફરીથી ચિરાગે બારીમાંથી આરતીને ઈશારા કર્યા હતા. જેથી આરતીએ ગભરાઈને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસે આવીને તેની અટકાયત કરી હતી. પોલીસે ચિરાગ રમેશભાઈ સ્વાઈ (ઉ.વ.૨૭, રહે-ઘ .નં-૪૦૩ એ-બિલ્ડીંગ સુમન મંગલ આવાસ ભરીમાતા રોડ) ની સામે છેડતીની ફરિયાદ દાખલ કરી હતી.