Gujarat

કેસ ચાલુ હોય ત્યારે પોલીસ કર્મીની બદલી કરવી યોગ્ય નથી હાઇકોર્ટનું અવલોકન

અમદાવાદ: રાજ્યમાં પોલીસ (Police) કર્મી વિરુદ્ધ કેસ ચાલતો હોય કે ફરિયાદ (Complaint) નોંધાઇ હોય તો તેની બદલી કરી શકાય નહીં, તેવું અવલોકન ગુજરાત હાઇકોર્ટે (Gujarat Highcourt) કર્યું હતું. સાથે જ વધુમાં નોંધ્યુ હતું કે પોલીસ વિભાગ દ્વારા આવા નિર્ણય લેતાં પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ? તેનું ધ્યાન કેમ રાખવામાં આવતું નથી ?

એક પોલીસકર્મીની વારંવાર બદલી થતાં આખરે કંટાળી જઈને બદલી અટકાવવાની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનવણીમાં હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, પોલીસ કર્મચારીની બદલીના મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના દરવાજા ખખડાવવા પડે છે? પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હોય તો તેની બદલી કરી ન શકાય, આવા નિર્ણય લેતા પહેલા ફરિયાદ નોંધાઇ છે કે કેમ? તેનું ધ્યાન પોલીસ વિભાગ દ્વારા કેમ રાખવામાં આવતું નથી? તેવો સવાલ પણ હાઇકોર્ટે કર્યો હતો.

રેલવેના પોલીસ કર્મચારીએ પોતાની બદલી મુદ્દે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વારંવારની બદલીઓથી કંટાળીને બદલી ઉપર રોક લગાવવાની દાદ માંગતી હાઈકોર્ટમાં કરેલી અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે, કેસ ચાલુ હતો તે દરમિયાન મારી ઇસ્ટ કોસ્ટ ઝોન ભુવનેશ્વરમાં બદલી કરી દેવામાં આવી છે. મારા કેસની ટ્રાયલ વલસાડમાં ચાલી રહી હતી. પુરાવા અને સાક્ષીઓની તપાસ ચાલી રહી છે. પરંતુ મારી બદલી બીજા ઝોનમાં ભુવનેશ્વર કરી દેવામાં આવી હોવાથી હું મારી જાતને બચાવવા માટે કેસ યોગ્ય રીતે લડી શકતો નથી.

Most Popular

To Top