ગાંધીનગરમાં યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોની અટકાયત

ગાંધીનગર: ગુજરાત (Gujarat) ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર (Budget session ) ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા ગાંધીનગર (Gandhi nagar) સત્યાગ્રહ છાવણીમાં યુવા સ્વાભિમાન સંમેલનનું (Yuva Svabhiman Sanmelan) આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા આ સંમેલનને કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેના પગલે પોલીસે કોંગ્રસ કાર્યકરોની અટકાયત કરી હતી.

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકરો પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. કાર્યકરો શહેરમાં પ્રવેશે તે માર્ગ પર જ પોલીસે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગાંધીનગરમાં યુથ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસી કાર્યકરોને યુવા સ્વાભિમાન સંમેલનમાં પહોંચે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ માટે પોલીસ પાસેથી કોઈ મંજૂર લેવામાં આવી નથી, જેને લઈને પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે.

જગદીશ ઠાકોરનું નિવેદન હમ લડેંગે, ઝુકેંગે નહીં
યુવા સ્વાભિમાન સંમેલનમાં પહચેલાં કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોર નિવેદન આપ્યું હતું કે, સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે, અમે આ મુદ્દે વિધાનસભામાં પણ વિરોધ કરીશું. વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારને અમારાથી ડર લાગી રહ્યો છે. તેમણે કહ્યું હમ લડેંગે ,ઝુકેગે નહીં. સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.

ગાંધીનગરમાં કોંગ્રેસનું આંદોલન
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. કોંગ્રેસે સત્યાગ્રહ છાવણી ખાતે યુવા સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં ગાંધીનગર ખાતે યુવા ,સ્વાભિમાન સંમેલનમમાં બેજરોજગારી, યુવા , શિક્ષણ સહિત મુદ્દે વિરોધ નોધાવ્યો હતો. પરંતુ યુવા કોંગ્રેસના કર્યકરો પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરી દેવાયો હતો. અને કોંગ્રેસના કાર્યકર પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે, આજે ગુજરાતના રસ્તાઓ યુવાનોથી ભરેલા છે, બેરોજગાર યુવાનો પેપર લીકની સમસ્યાથી સંપૂર્ણ રીતે ભાંગી પડ્યા છે. હવે યુદ્ધ થશે! ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે કેમ રમત રમાઈ રહી છે?

Most Popular

To Top