વડોદરા: શહેરના સુભાનપુરા સ્થિત અનાથ આશ્રમમાંથી દત્તક લીધેલી 12 વર્ષીય કિશોરી ઘરમાંથી 5 હજાર રૂપિયા લઇને ટ્યુશનવાળા મેડમના ઘરે બેસવા જવાનું કહી ઘરેથી નીકળ્યા પછી પરત ન ફરતા પિતાએ શોધખોળ કર્યાબાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી ગુમ કિશોરીની શોધખોળ હાથ ધરી છે.
શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા 64 વર્સીય વૃદ્ધ કડિયા કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વૃદ્ધ દંપતીને લગ્નજીવન દરમિયાન સંતાન સુખ ન મળતા સુભાનપુરા ખાતેના
અનાથ આશ્રમમાંથી વર્ષ-2012માં ત્રણ વર્ષની બાળકીને દત્તક લીધી હતી. દીકરી દત્તક લીધાબાદ દંપતીએ ત્રણ વર્ષની કિશોરીને પોતાના
જીવ કરતા પણ વધારે પ્રેમ કરીને મોટી કરવાની સાથે ઉચ્ચ અભ્યાસ કરાવી રહ્યા હતા. અભ્યાસ માટે કિશોરી બાજુની સોસાયટીમાં રહેતા શિક્ષકને ત્યાં ટ્યુશન લેવા પણ જતી હતી.
દરમિયાન ગત તા. 11 ઓગસ્ટના રાત્રે 8:30 વાગ્યે કિશોરીએ પિતાને જણાવ્યું હતું કે, હું ટ્યુશન વાળા મેડમના ઘરે બેસવા માટે જાવ છું. જોકે રાત્રે 10 વાગ્યુ ગયા હોવા છતાં કિશોરી ઘરે પરત ના ફરતા ટ્યુશન કરાવતા મેડેમને ત્યાં બેસવા જવાનું જણાવી ઘરેથી નીકળી જતાં પરિવારજનો ચિંતાતૂર બન્યા હતા.
રાત્રે કિશોરી ટ્યુશન કરાવતા મેડેમને ત્યાં બેસવા જવાનું જણાવી ઘરેથી નીકળ્યા બાદ પરત ફરી ન હતી. ત્યારે પિતાએ તપાસ કરતા ટ્યુશન સંચાલિકાએ કિશોરી ઘરે આવી ન હોવાનું જણાવતા માતા-પિતા ચિંતાતૂર બની ગયા હતા. ઘરેથી નીકળી ગયેલી દીકરી કિશોરીને શોધવા માટે પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી. શહેરના રેલવે સ્ટેશનથી લઇ તમામ ભીડભાળ વાળા સ્થોળએ તપાસ કરી હતી. પરંતુ, કિશોરીનો કોઇ પત્તો મળ્યો ન હતો.
આ ઉપરાંત કિશોરી ઘરમાં કોઇને જાણ કર્યાં વગર રૂપિયા 5 હજાર રોકડા લઇને ગઈ હતી. દરમિયાન પિતાએ દીકરી ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નથી. તે ગુમ થઇ ગઇ છે. તેવી ફરિયાદ વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી કિશોરીની શોધખોળ હાથ ધરી છે.