એવી તે કેવી મજબૂરી કે 14 વર્ષના કિશોરે ખુલ્લેઆમ કર્યુ દારૂનું વેચાણ

ઝઘડિયા: રાજપારડીના (Rajpardi) કિશોર પાસે વિદેશી દારૂ વેચાવનાર ત્રણ ઈસમ વિરુદ્ધ પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રાજપારડી પોલીસમથકમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાવી હતી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગની ટીમને બાતમી મળી હતી કે, ભરૂચના ઝઘડિયાના રાજપારડી ખાતે રહેતા વિજય અંબુ વસાવા વૈશાલીનગર નેત્રંગ રોડ પર ખુલ્લી જગ્યામાં દારૂ વેચી રહ્યો છે. જેના આધારે તપાસ કરતાં સફેદ બાઈક પર બેઠેલો એક ઈસમ, તેની સાથે ઊભો રહેલો બીજો તથા ઇસમ અને એક છોકરો આમ ત્રણેય ભેગા મળી વિદેશી દારૂનું વેચાણ કરતા જણાયા હતા.

સેલની ટીમે સ્થળ પર રહેલા છોકરાને પકડી પાડ્યો હતો. જ્યારે બીજા બે શખ્સ સ્થળ પરથી ભાગી ગયા હતા. પોલીસને સ્થળ પરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તથા પાસેના ખુલ્લા ખેતરમાં પણ તપાસ કરતાં એક પીપમાં ખાખી કલરના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલા કિશોરને તેનો આધાર કાર્ડ રજૂ કરવા જણાવતાં તેના આધાર કાર્ડ પ્રમાણે તેની ઉંમર ૧૪ વર્ષ ૧૧ મહિનાની હોવાનું જણાયું હતું. પોલીસે સ્થળ પરથી મળી આવેલો દારૂનો જથ્થો, બાઈક તથા રોકડ સહિત ૩૯,૩૯૦નો મુદ્દામાલ જપ્ત કરી વિજય અંબુ વસાવા, જયેશ ઉર્ફે જયલો વસાવા, અમિત વસાવા તથા કિશોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

Most Popular

To Top