દાહોદ : દાહોદ શહેરમાં પરણિતા ઉપર અત્યાચારના બનેલા બે બનાવોમાં દાહોદ મહિલા પોલીસ મથકે બંન્ને પરણિતાઓ દ્વારા પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે.હાલ પોતાના પીયર દાહોદ શહેરના ગોડી રોડ ખાતે અગ્રસેન ભવન પાછળ રહેતી ૩૫ વર્ષીય પરણિતા વર્ષાબેન તુષારભાઈ ભાભોર દ્વારા દાહોદ મહિલા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, વર્ષાબેનના લગ્ન આશરે તેર વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ દાહોદ તાલુકાના આગાવાડા ગામે મોટા ફળિયામાં રહેતાં તુષારભાઈ નરેશભાઈ ભાભોર સાથે થયાં હતાં.
વર્ષાબેનને લગ્નના એક વર્ષ જેટલું સારૂં રાખ્યા બાદ પતિ તુષારભાઈ અને સાસરીયા પક્ષના નરેશભાઈ મોતીભાઈ ભાભોર, નીરૂબેન નરેશભાઈ ભાભોર, ઉન્નતિબેન માનસીંગભાઈ ડામોર નાઓએ વર્ષાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતાં. તને બૈરી તરીકે રાખવી નથી, તું અમારા ઘરમાંથી નીકળી જા, તું અમને ગમતી નથી, તારા સંતાનમાં છોકરીઓ છે, તેમ કહી અવાર નવાર મેણાટોણા મારી વર્ષાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા વર્ષાબેને પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિયર દાહોદમાં દર્શના સોસાયટીમાં રહેતાં અનિતાબેન અલ્પેશભાઈ કિશ્ચન દ્વારા મહિલા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, અનિતાબેનના લગ્ન તારીખ ૦૮.૧૨.૨૦૦૬ના રોજ સમાજના રિતી રિવાજ મુજબ દાહોદ શહેરમાં ગોધરા રોડ સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહતાં અલ્પેશભાઈ જયંતિભાઈ કિશ્ચન સાથે થયાં હતાં. પરણિતા અનિતાબેનને પતિ અલ્પેશભાઈ તથા સાસરી પક્ષના અલ્પાબેન જયંતિભાઈ કિશ્ચને સારૂં રાખ્યાં બાદ પ્રોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી કહેતાં હતાં કે, તું ઘરમાંથી નીકળી જા, તું તારા બેનને ઘરે જતી રહે, તું તારા છોકરાઓનું જાતે પુરૂં કર, પરણિતા અનિતાબેન અલ્પેશભાઈ ક્રિશ્ચન દ્વારા ફરિયાદ નોંધાવાઇ.