Madhya Gujarat

નાંદરવા ગામે શિક્ષકે પરીણિતાની છેડતી કરતા પોલીસ ફરિયાદ

ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે  ઘરમાં એકલી રહેલી પરણિતાની નજીકમાં રહેતા શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પરીણિતાએ શહેરા પોલીસ મથકે આરોપી શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના  નાંદરવા ગામે રહેતી પરણીતા પોતાના ઘરમાં એકલી હતી. તે સમયે તેમના નજીકના ફળિયામાં રહેતો શિક્ષક હિતેશભાઈ પુનાભાઈ બારીયા  એકલતાનો લાભ લઇને પરણિતાના ઘરમાં આવીને પરિણીતા પાસે પાણી માગ્યું હતું આથી પરણિતા રસોડામાં પાણી લેવા ગઈ હતી

તે દરમિયાન આજુબાજુ કોઈ પણ ન હોવાથી શિક્ષકે હાથ પકડીને તું મને બહુ ગમે તેમ કહીને ગળે વળગી ગયો હતો.આથી પરણિતા ગભરાઈ જતા હિતેશ પુનાભાઈ બારીયાના  ચુંગાલમાંથી  ગમે તે રીતે છુટી જઈને  ઘરની બહાર આવી ગઈ હતી.અને બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જતા હિતેશ પાછલા દરવાજે ભાગી ગયો હતો.પરણિતાએ ગભરાઈ જઇને તેના સાસુ સસરાને તેમજ તેના પતિને બનેલા સમગ્ર બનાવની હકીકત ફોન દ્વારા જણાવતા તેની સાસુ થોડીવારમા ઘરે આવી ગઈ હતી.જ્યારે પરણિતાને ખરાબ નજરે જોનાર હિતેશ બારીયા થોડી વારમા પરણિતાના ઘર પાસે ફરી આવીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.

Most Popular

To Top