સુરત(Surat) : હજીરાની (Hazira) આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AMNS) કંપની સામે સ્થાનિક રહેવાસીએ પૂરતા રૂપિયા ચૂકવ્યા વિના જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કર્યા છે. ફરિયાદ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ (Police Complaint) હજીરા પોલીસ મથકમાં અરજી છે. આ સાથે જ જો વળતર નહીં મળે તો કંપનીનું કામ બંધ કરાવી ધરણાંની ચિમકી ફરિયાદીએ ઉચ્ચારી છે.
હજીરાના નિશાન ફળિયામાં રહેતા 32 વર્ષીય મનોજ જેરામ આહિરે આર્સેલર મિત્તલ કંપની વિરુદ્ધ પોલીસને અરજી કરી છે. આહીરે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે આર્સેલર મિત્તલ જે પહેલાં એસ્સાર (Essar) કંપની તરીકે ઓળખાતી હતી તેના અધિકારીઓએ 2005માં નોકરી, વધુ રૂપિયાની લાલચ આપી તેમજ જમીન સંપાદનમાં જશે તો ઓછા રૂપિયા મળશે તેમ કહી ડરાવીને તેમના પિતા જેરામ નાનાભાઈ આહિર પાસે જમીન ખરીદી હતી. તે સમયે કંપની દ્વારા 90 ટકા રકમ ચૂકવવામાં આવી હતી. બાદમાં 10 ટકા રકમ તથા નોકરી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આજદીન સુધી તે વચન પાળવામાં આવ્યું નથી. કંપનીના અધિકારીઓએ છેતરપિંડી કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં આહિરે કહ્યું કે, કંપનીને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વસન મળ્યા છે. મારી માગણી છે કે કંપની 10 ટકા વળતર, મને નોકરી આપે. જો તેમ નહીં થાય તો કંપનીનું કામકાજ બંધ કરાવી ધરણાં કરવામાં આવશે.
થોડા સમય અગાઉ કંપની વિરુદ્ધ હ્યૂમન રાઈટ્સમાં ફરિયાદ થઈ હતી
તમને જણાવી દઈએ કે થોડા સમય અગાઉ હજીરા વિસ્તારના ગુંદરડી મહોલ્લાના 100 પરિવારોએ કંપની વિરુદ્ધ હ્યમૂન રાઈટ્સ કમિશનમાં ફરિયાદ કરી હતી. કંપની દ્વારા જમીન પર ગેરકાયદે કબ્જો કરી રહી છે. હજીરા કાંઠા વિસ્તારના ઔદ્યોગિક પ્રદૂષણ નિવારણ સમિતિના કન્વીનર દિપક પટેલે આક્ષેપ કર્યો હતો કે કંપનીએ પ્લાન્ટના વિસ્તરણ માટે જમીન ખરીદવા દલાલો મેદાને ઉતર્યા છે, જેઓ ઝૂંપટાવાસીઓને ધમકાવી રહ્યાં છે. તે સમયે સ્થાનિક લોકોએ માનવ અધિકારોના હનન બાબતે રાષ્ટ્રીય માનવ આયોગમાં ફરિયાદ કરી ઉચ્ચ સ્તરીય તપાસની માગંણી કરી હતી. સ્થાનિક લોકોનો આક્કષેપ હતો કે કંપની સસ્તા ભાવે ઝૂંપડા માંગી લોકોને વિસ્થાપિત કરી દેવા માંગે છે. કંપની જે રકમ નળિયાના ઝૂંપડા અને કાચા ઝૂંપડાના આપે છે. તેની સામે એક ઓરડાની ખોલી પણ લઇ શકાય તેમ નથી તેવી ફરિયાદ કરી હતી.