SURAT

એશિયન પેઇન્ટ્સમાંથી 43 લાખના રંગના ડબ્બા ચોરનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝબ્બે કર્યો

સુરત: તા.૭ જૂન, ૨૦૨૨ના રોજ ભરૂચ-અંકલેશ્વર ખાતે આવેલી એશિયન પેઈન્ટ્સ પ્રા.લિ. કંપની (Asian Paints Pvt. Company) એક ટ્રકમાં (Truck) એશિયન પેઈન્ટ્સ કલરનાં (Colour) બોક્સ (Vox) નંગ-૧૭૯૦ કિં.રૂ.૪૩,૦૪,૪૧૪ની મત્તાનો મુદ્દામાલ વેસ્ટ બંગાલ હુગલી ખાતે મોકલવામાં આવ્યો હતો. જે માલ હાલ પકડાયેલા આરોપી કંડક્ટર તરીકે અને તેના સાગરીત ગાડીનો ડ્રાઈવર પ્રભાત હિરાજી ઠાકોર અને પ્રજ્ઞેશકુમાર ફકીરભાઈ પટેલ તથા અન્ય ૫ આરોપીએ મળી એકબીજાની મદદગારીથી છેતરપિંડી વિશ્વાસઘાત કરી ગુનો આચર્યો હતો.

આરોપી આજદિન સુધી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય તે બોટાદ શુક્રવારે તેના મિત્રને મળવા સુરત શહેર ખાતે આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ સુરત દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. વરાછાના વૈશાલી ત્રણ રસ્તા નજીકથી આરોપી-શિવાલ ઉર્ફે બુધો ધીરજલાલ વડગામા (ઉં.વ.૩૮) (ધંધો-છૂટક મજૂરી)નો કબજો ભરૂચ અંકલેશ્વર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પડોશીનાં ક્રેડિટ કાર્ડ વટાવીને બાર લાખ રૂપિયાની રોકડી કરનાર યોગેશ ટાંકને ચોક બજાર પોલીસે દબોચી લીધો
સુરત: વેડ રોડ પર રહેતી પરિણીતાને પડોશી સાથે ઘરોબો રાખવાનું ભારે પડી ગયું હતું. પોતાનાં બિલ ભરવા માટે પાંચ ક્રેડિટ કાર્ડ આપ્યા બાદ પડોશી યોગેશ ટાંકે (રહે.,ઓમ પેલેસ, ભરીમાતા રોડ, સિંગણપોર) દ્વારા બારોબાર રોકડી કરી લેવાઈ હોવાની વિગત જાણવા મળી છે. તેમાં પડોશી યોગેશ ટાંક સામે બાર લાખ રૂપિયા છેતરપિંડીની ફરિયાદ ચેતનાબેન પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. આરોપી યોગેશ તેમની બહેનના ઘરમાં રહેતો હતો. ક્રેડિટ કાર્ડ બિલ ભરવા માટે સમજ પડતી ન હોવાને કારણે યોગેશ મનસુખ ટાંકને આપ્યા હતા. યોગેશ દ્વારા કુલ પાંચ ક્રેડિટ કાર્ડ લેવામાં આવ્યાં હતાં. તેમાંથી બાર લાખ રૂપિયાની તેણે રોકડી કરી લીધી હતી. બાદમાં બેંક દ્વારા રિકવરી કાઢવામાં આવતાં આ છેતરપિંડીની ખબર પડી હતી. આ મામલો ચોક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

Most Popular

To Top