સુરત રેલવે સ્ટેશન પર પોતાનું વાહન લઈને જતા લગભગ દરેક વાહન ચાલકને સ્ટેશનના પાર્કિંગના સ્ટાફની ગેરવર્તનનો અનુભવ થયો જ હોય છે. રેલ્વે સ્ટેશનના પાર્કિંગના સ્ટાફ જાણે આખું રેલવે સ્ટેશન બાપીકી જાગીર હોય તેવું વર્તન કરતા હોય છે.
પાર્કિંગનો સ્ટાફ નક્કી કરેલી રકમ કરતા વધુ પાર્કિંગ ચાર્જ તો ઉઘરાવે જ છે, પરંતુ મન ફાવે તે રીતે વાહનચાલકોના વાહનો એક ઢસડીને ખસેડતા હોય છે, તેથી ઘણીવાર વાહન ચાલકોને નુકસાન વેઠવું પડતું હોય છે. ફરિયાદ કરવા જાવ ત્યારે પાર્કિંગનો સ્ટાફ દાદાગીરી કરતો હોય છે.
આવી જ એક ઘટના સુરત રેલવે સ્ટેશન પર થોડા દિવસ બની હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. તે વીડિયોમાં પાર્કિંગનો સ્ટાફ ખુલ્લેઆમ દાદાગીરી કરે છે અને કહે છે કે વીડિયો ઉતારવો હોય તો ઉતાર મને કોઈ ફરક નહીં પડે, પરંતુ રેલવે પોલીસે તેની બધી હવા કાઢી નાંખી છે.
અવારનવાર રેલવે સ્ટેશન પર પાર્કિંગ બાબતે યાત્રી સાથે સંઘર્ષ તથા હોવાના વીડિયો અનેકોવાર જોવા મળતા હોય છે પરંતુ આ વખતે પહેલીવાર દાદાગીરી કરનાર સામે કાર્યવાહી થઈ છે. સુરત રેલ્વે સ્ટેશન પર યાત્રીના સંબંધી સાથે પાર્કિંગ બાબતે અભદ્ર વર્તન કરનાર પાર્કિંગ કોન્ટ્રાક્ટરના માણસ થયેલી બોલાચાલીનો વીડિયો વાઈરલ થયો હતો. આ બાબતનો વીડિયો બરોડા રેલવે એસ.પી. અભય સોનીને ધ્યાને આવતા તેમને સુરત રેલવે પી.આઇ. હિરલ વ્યાસને કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી હતી.
આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવીને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના સ્ટાફને બોલાવવામાં આવ્યા હતા અને વીડિયોના આધારે દેખાઈ રહેલા કર્મચારીની પોલીસે અટકાયત પગલા ભરવામાં આવ્યા હતા.
ઘટના શું હતી?
પાર્કિંગ સ્ટાફનો એક કર્મચારી મુસાફરને ધમકી આપતો જોવા મળે છે કે, “જો એક કલાકમાં નહીં આવો તો ગાડીના ટાયરની હવા કાઢી નાંખીશ, આ લોકલ પાર્કિંગ છે, તમે 500 રૂપિયા આપો તો પણ ગાડી નહી મુકવા દઉં.” આ પ્રકારની હરકતે પ્રવાસીઓમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે.