SURAT

પરપ્રાંતિયો સુરતથી વતન જવા રવાના, ઉધના સ્ટેશન પર ભીડને કાબુમાં રાખવા આ વ્યવસ્થા કરાઈ

સુરતઃ ઔદ્યોગિક શહેર સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વસવાટ કરે છે. યુપી, બિહારના શ્રમિકો સુરતમાં રોજગારી મેળવે છે. આ શ્રમિકો દિવાળીના વેકેશનમાં વતન જતા હોય છે. તેના લીધે દર વર્ષે દિવાળીના સમયગાળામાં સુરત-ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જમા થતી હોય છે.

ગયા વર્ષે એક દુર્ઘટના પણ બની હતી. ભીડને કાબુમાં રાખવા સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડતો હોય છે. આ વર્ષે પરપ્રાંતિયો ચંદની પડવાથી જ વતન તરફ રવાના થવા માંડ્યા છે, તેથી ઉધના રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દિવાળીનો તહેવાર આવતાની સાથે જ સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિઓ વતન જવા માટે રવાના થયા છે. ત્યારે આ વખતે ઉત્તર ભારત જવા માટે મોટાભાગની ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પરથી ઉપડવાની છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ યાત્રિકોનો જમાવડો થતો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન પકડવા માટે વહેલા પાંચ વાગ્યાથી આવીને લાઈનો લગાવી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. યુપી-બિહાર સહિતના મુસાફરોને ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોવા મળી રહ્યાં છે. વતન જવા માટે મુસાફરોની મોટી લાઈનો જોવા મળી રહી છે.મોટી સંખ્યામાં ઉમટતાં લોકોથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

અતુલ શર્માએ કહ્યું કે, 5 વાગ્યાથી ઉભો છું. ભારે ભીડ રહે છે. હોલિ ડે સ્પેશિયલ ગાડીમાં પણ ટ્રાફિક છે. છપરા ગાડીમાં આઝમગઢ જવાનું છે. લાઈનો બહુ લાગે છે. જેથી યાત્રિઓની તકલીફોને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ ગાડીઓ ચલાવવી જોઈએ. અમારે દિવાળીના તહેવારમાં ઘરે જવું છે ત્યારે અમને પૂરતી વ્યવસ્થા તંત્ર કરી આપે તેવી માગ છે.

Most Popular

To Top