Vadodara

પોકેટ કોપથી 1 માસમાં 18 મોબાઈલ ચોરનારને ઝડપ્યાે

વડોદરા: કુખ્યાત આરોપીઓનના તમામ ગુનાની સંપુર્ણ હીસ્ટ્રી સહીતની માહીતી સાથે પોલીસ ડીપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવતા મોબાઈલમાં પોકેટ કોપની એપ્લીકેશનની મદદથી માત્ર 1 માસમાં 18 ગુનામાં સંડોવાયેલા રીઢા મોબાઈલ ચોરને નવાપુરા પોલીસ મથકના જવાને રંગેહાથ ઝડપી પાડતા પોલીસ કમિશનરે વિશિષ્ઠ કામગીરી બદલ સન્માન કર્યું હતું.

નવાપુરા પોલીસ મથકમાં એલઆરડી કલ્પેશ દત્તારામ પવાર કોપ ઓફ ધ મંથથી જાન્યુઆરી 2021  બહુમાન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘે ખુદ પોતાના હાથે કોપ ઓફ ધ મંથનું સર્ટીફીકેટ એલઆરડી જવાનને અર્પણ કરીને શાબાશી સાથે સારી કામગીરી બદલ બીરદાવ્યા હતા.

સુરતમાં રહેતો મુળ ઝારખંડનો કરણ ઘોષ મહાતોએ 19 વર્ષની ઉંમરથી ગુનાખોરીના પંથે પગરણ માંડયા હતા. સુરત, વાપી, વલસાડ, વડોદરા સહિત રાજયના અનેક જિલ્લાઓમાં વૃધ્ધ વયોવૃધ્ધ અને અપંગને નિશાન બનાવતો રીઢો મોબાઈલ ચોર મોબાઈલ તફડાવવામાં પાવરધો બની ગયો હતો.

શહેરના ખંડેરાવ માર્કેટમાં મોબાઈલની હાથસફાઈ કરવા આવેલા ચોરને એલઆરડી જવાને રંગેહાથે ઝડપી લીધો હતો. આ ચોર દોઢ ડઝન ગુનામાં સંડોવાયેલો હોવાની તમામ વિગત કલ્પેશ પવારે સરકારી મોબાઈલ પોકેટ કોપની એપ્લીકેશનમાંથી તુરંત મેળવી લીધી હતી. જો કેવધુ મોબાઈલની તફડંચી કર્યાની આશંકાએ હાલ પણ રીઢા તસ્કરની નવાપુરા પોલીસે ઘનિષ્ઠ પુછતાછ કરી રહી હોવાનું જાણવા મળ્યું  હતું.

મિડલ કલાસમાંથી આવું છું એટલે ખબર છે કે મોંધી ચીજવસ્તુ જાય તો શું થાય?

અત્યંત મીડલ કલાસમાંથી આવ્યો છું તેથી નાણાની અને મોબાઈલની કીંમત ખબર પડે છે તેવુ તદ્દન સહજ ભાવે જણાવતા કલ્પેશ પવાર ફકત અઢી વર્ષ પુર્વ નોકરીમાં જોડાયા છે. પીતા રીક્ષાચાલક હોવાથી તદ્દન મધ્યમવર્ગીય એલઆરડી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કાળઝાળ મોંઘવારીના આજના યુગમાં મધ્યમવર્ગ માટે નાણા અને મોબાઈલ શ્વાસ જેવા બની ગયા છે. હું નોકરીમાં લાગ્યો ત્યારથી મને એમ લાગતું હતું કે ગુનાખોરી ડામવા હું વફાદારીથી ફરજ બજાવીશ.

પોકેટ કોપ એપ દેવદૂત સમાન મદદરૂપ છે

ગુજરાતભરના તમામ આરોપીઓની તમામ હીસ્ટ્રી પોકેટ કોપમાં સંગ્રહીત હોવાથી એપ્લીકેશન દેવદુત સમાન પોલીસ ખાતાને મદદરૂપ થાય છે કોઈપણ કુખ્યાત આરોપીઓની રજેરજની વિગત પોકેટ કોપમાં હોવાથી તુરંત કલ્પેશ પવારે ચકાસતા જ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

LRD રોજ 2 કલાક વોચ રાખતો હતો

ખંડેરાવ માર્કેટમાં ઘણા સમયથી શાકની થેલીઓ કે માથે ટોપલા ઉઠાવતા મજુરોના હાથમાં સામાન હોવાથી ગઠીયો મોબાઈલ ચોરતો હોવાનું એલઆરડીને જાણવા મળ્યું  હતું. તેથી કલ્પેશ પવાર સાદા ડ્રેસમાં રોજ સવારે બે કલાક શાકભાજી ખરીદવાના બહાને વોચ રાખતા હતા અને કરણ ઘોષને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top