વડોદરા: સુખધામ પ્રોજેકટમાં સેંકડો લોકો અત્યારે દુ:ખધામમાં મિલકત બુક કરાવી હોય તેવી પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ચાર માસ પૂર્વે પોલીસ કમિશનર સમશેરસિંગ સુધી બિલ્ડર દર્પણ શાહ આણિ મંડળીની કરોડોની ઠગાઈનું કૌભાંડ પહોંચ્યું છતાં જીવન મરણની મૂડી એકઠી કરીને મિલકત ખરીદવા આપેલા નાણાં ઠગ બિલ્ડર ટોળકીએ ચાંઉ કરી નાંખ્યાનો ભાંડો ફૂટી ગયો છે. પરંતુ પોલીસ ફરિયાદ જ નોંધતી હતી. રાજકિય પોલીસ વિભાગમાં ઉંડો પગપેસારો કરી ચૂકેલ માલેતુજાર દર્પણ શાહ હવે તો પીડીતોને એક જ જવાબ આપે છે જે થાય તે કરી લો.
સેંકડો નિર્દોષોના કરોડો રૂપિયા સુખધામ પ્રોજેકટોમાં મિલકત બુક કરીને લીધા બાદ એક મિલકત બે ગ્રાહકને વેચી નાખી મિલકતના નંબર બદલવા મિલકતનું પઝેશન જ આપવાનું નહીં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં પાવરધા બની ચૂકેલા સુખધામ પ્રોજેકટના પાર્ટનરોએ છેતરપિંડી કરવામાં પાછુ વળીને જોયુ જ નથી. પછી સુખધામ સિગ્નેચર હોય ક્રીશ રિયલ્ટી, સુખધામ રેસીડેન્સી કે સુખધામ આશ્રય હોય, બુકિંગ કરીને એકવાર નાણાં ચૂકવ્યા પછી બિલ્ડરો મિલકત આપ્યા બાદ તે જ મિલકતના નંબર બદલીને અન્યને ઉંચા વધારે ભાવથી રાતોરાત વેચાણ કરીને દસ્તાવેજ સુધ્ધા કરી આપ્યાની તો સેંકડો અરજીઓ પોલીસના ટેબલ પર ધૂળ ખાતી પડીપડી સહી રહી છે છતાં પ્રજાના મિત્ર જેવા પોલીસને ઠગ ટોળકીના શિકાર બની ચૂકેલા નિર્દોષો ઉપર લેશમાત્ર દયા આવતી નથી. બિલ્ડર લોબીની જાળમાં ફસાયેલા સેંકડો ગ્રાહકો દ્વારા જ જાણવા મળેલ કે, દર્પણ હરિશભાઈ શાહની ટોળકીનો શિકાર બનેલાઓ પૈકીના અગણિત ગ્રાહકો તો તદ્દન નજીકના સગાસંબંધી અને મિત્રો જ છે.
તેમને પણ ભાગીદારોએ છોડયા નથી તો અમે તો દુરના છીએ. સગાસંબંધીઓ સામે કૌભાંડનો ભાંડો ફૂટયા બાદ પણ બિલ્ડર ટોળકીએ એક જ સૂર રેલાવ્યો હતો કે, ટૂંક સમયમાં નાણાં પરત મળશે. પરંતુ કેટલાકના ત્રણ તો કેટલાકના પાંચ વર્ષ પણ બુકિંગ પેટે ટોકન સુધ્ધાના નાણાં પરત મળ્યા નથી તો અમારા કયારે મળશે કાનૂન પર ભરોસો રાખીને પાંચ પાંચ વર્ષથી દર્પણ શાહ પાસે ધક્કા ખાઈએ છીએ. હાથ-પગ જોડીને કાકલૂદી આજીજી પણ કરીએ છીએ છતાં દર્પણ શાહ તો ઠીક તેનો એક પણ ભાગીદાર અરે ખૂદ તેના માતાિપતા સુધ્ધાને દયા કે લાગણી આવતી નથી કે ગ્રાહકો કામધંધા છોડીને પોતાના નાણાં લેવા સેંકડો ધક્કા ખાય છે. ઉલ્લેખનીય છે કે, માનવતા સુધ્ધા નેવેમૂકી દેનાર દર્પણ શાહ આણિ મંડળી વિરૂધ્ધ ભોગ બનનાર ગ્રાહકો મજબુત સંકલન સાંધીને ટુંક સમયમાં જ કોર્ટ રાહે ન્યાય માંગવાના હોવાની તૈયારી આદરી દીધી હોવાનું સાંભળવા મળ્યું હતું.
શિક્ષિકાએ 10 લાખ પરત મેળવવા દર્પણને મેસેજ કરીને સુસાઈડનો પ્રયાસ કર્યો હતો
ભગવાન કરે તે તેની ચૂંગાલમાં નિર્દોષ માણસ કયારેય ના આવે. પૈસા તો ખાઈ જાય છે ત્યારબાદ માણસનો જીવ દાવ પર મૂકે તો પણ તેના હદયમાં દયા માયાનો શબ્દ જ નથી. તેવુ દર્પણનો દસ લાખ આપનાર પાિલકાની એક ટીચરે બદદુઆ આપતા આપતા જણાવ્યું હતું. િશક્ષિકાએ 2016માં સુખધામ સિગ્નેચરમાં મિલકત બુક કરાવી હતી. જેના પાયા સુધ્ધા બહાર નીકળ્યા ન હતા છતાં દસ લાખ ચૂકવ્યા હતા તે નાણાં કઢાવવા બે વખતનો દર્પણને મોબાઈલમાં સુસાઈડ કરૂ છુંનો મેસેજ કર્યા બાદ ચોવીસ ગોળીઓ ખાધી હતી. તે બનાવ વાડી પોલીસ મથકે નોંધાતા દર્પણ શાહની પરેશાનીથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો તેવો જવાબ સુધ્ધા શિક્ષિકાએ લખાવ્યો હતો.
તદ્દન નિકટના સંબંધી પ્રણવભાઈને 50 લાખનો ચૂનો ચોપડયો
દર્પણ શાહના તદ્દન નજીકના સંબંધી પ્રણવ અરવિંદભાઈ પરીખ રહે. કલ્પના સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા 2018 માં સુખધામ રેસીડેન્સીમાં 57 નંબરનો ડુપ્લેકસ બુક કરાવીને બે તબક્કામાં પચાસ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્જેકશન કર્યું હતું. ભેજાબાજે સંબંધની લેશમાત્ર શરમ રાખ્યા વગર બાનાખતની મુદ્દત પૂરી થાય તે પૂર્વે તેના જ ભાગીદાર ડો. અનિલ પટેલને 80 લાખમાં ડુપ્લેકસ વેચાણ કરી નાખ્યાનું પ્રણવભાઈએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું. પોલીસ પર પૂરો ભરોસો મૂકીને અરજી કરી હતી. પરંતુ ઉચ્ચ અિધકારીઓ સહિતનું તંત્ર દર્પણ મંડળીની શેહમાં દબાયેલુ હશે તેવુ તો મે સ્વપ્નામાં પણ િવચાર્યુ ન હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.