National

વન નેશન વન રાશન યોજનાને લઈને હવે રાજ્યોએ સુપ્રીમનો આદેશ માનવો પડશે : પીએમ મોદી

ગુરુવારે કેન્દ્ર સરકારની ડિજિટલ ભારત ( digital india) યોજનાને 6 વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( narendra modi) એ આ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ભીમ એપ, વન નેશન-વન રેશનકાર્ડ (one nation one rasan) સહિત અન્ય ઘણી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી, પીએમ મોદીએ કહ્યું કે ટેક્નોલોજીએ કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય લોકોને ફાયદો આપ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાએ ભારતના સપનાને આગળ વધાર્યું છે અને સામાન્ય માણસને ફાયદો થયો છે. ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારતની સાધના છે, તે એક મજબુત ભારતનો જયઘોષ છે, પીએમ મોદીએ કહ્યું કે વન નેશન-વન રેશનકાર્ડથી મજૂરોને સૌથી વધુ ફાયદો થયો છે, ઘણા રાજ્યોએ તેનો અમલ કર્યો ન હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ( supreme court) એક નિર્ણય આપ્યો છે, જે પછી દરેક રાજ્યએ આ યોજનાનો અમલ કરવો પડશે.

પીએમની લાભાર્થીઓ સાથેની વાતચીત
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓનલાઇન અભ્યાસ ( online education) કરતા બાળકો સાથે વાત કરી હતી. વડા પ્રધાને દીક્ષા કાર્યક્રમ દ્વારા બાળકોને ભણાવતા શિક્ષકો સાથે પણ વાતચીત કરી અને કોરોના સમયગાળા દરમિયાન તેમને કેવી રીતે મદદ કરી તે વિશે વાત કરી હતી . વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારનો પ્રયાસ છે કે બાળકોના શિક્ષણમાં કોઈ મુશ્કેલી ન આવે અને ડિજિટલ શિક્ષણ ચાલુ રાખવું જોઈએ.

આ દરમિયાન પીએમ મોદીએ મહારાષ્ટ્રના ખેડૂતો સાથે પણ ચર્ચા કરી હતી, જેઓ પોતાનો પાક ઓનલાઇન વેચે છે. પીએમ મોદીએ અહીં ડોક્ટર ડે પર લોકોને અભિનંદન પણ આપ્યા હતા. આ સિવાય પીએમ મોદીએ વન નેશન-વન રેશનકાર્ડના લાભાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મજૂરોને વન નેશન-વન રેશનકાર્ડનો સીધો લાભ મળી રહ્યો છે.

પીએમ મોદીએ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હાજર નઝરીન સાથે વાત કરી હતી, જે સ્વનિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે. નઝરીને આ દરમિયાન જણાવ્યું હતું કે હવે તે તેની દુકાન પર ડિજિટલ રીતે પૈસા લઈ શકે છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ મેઘાલયની વાંડામેફીને તેમની સગાઈ માટે શુભેચ્છા પાઠવી હતી.

Most Popular

To Top