SURAT

સુરતના આઈકોન સમાન હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરનો ‘ધ વર્લ્ડ’નો 17મી સપ્ટે.ના રોજ ગૃહ પ્રવેશ

સુરત: ભારતની સ્માર્ટ સિટીની (Smart city) હરોળમાં પ્રથમ ગણાતા સુરત (Surat) તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે સ્થાન પામેલા સુરત શહેરમાં નિર્મિત ગુજરાતનું (Gujarat) પહેલું હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટર (Hospitality and Convention Centre) ‘ધ-વર્લ્ડ’માં આગામી તા.17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેની જાહેરાત 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ પર્વ પર આયોજિત ઇન્વેસ્ટર્સ મીટ & ગ્રીટમાં કેયુર ખેની દ્વારા કરવામાં આવી હતી.

અગાઉ આ પ્રોજેક્ટનું સોફ્ટ લોન્ચિંગ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ અને સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે દર્શનાબેને આ પ્રોજેક્ટ વિશે જણાવ્યું કે ‘અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનના નજીક વિસ્તારમાં તેમજ ડાયમંડ અને ટેક્ષટાઇલ હબમાં આકાર પામેલું ‘ધ વર્લ્ડ’ સુરતનું એક સુંદર નજરાણું બની રહેશે’. જ્યારે સીઆર પાટીલે કહ્યું હતું કે, ‘સુરતમાં આજે હોસ્પિટાલિટી પ્રોપર્ટીની ખુબજ માંગ છે અને શહેરના મધ્યબિંદુમાં સ્થિત આ પ્રોજેક્ટ કદની દૃષ્ટિએ સૌથી વિશાળ છે જે સુરતમાં ઘણા સમયથી ચાલી આવતી હોસ્પિટાલિટી સ્પેસની ઉણપને પુરી કરશે’.

ઈન્વેસ્ટર્સ મીટમાં કેયુર ખેનીએ સમગ્ર પ્રોજેક્ટ અંગે રોકાણકારોને વિસ્તૃત માહિતી આપવા સાથે જ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. કેયુર ખેનીએ જણાવ્યું હતું કે, તેઓ ધ વર્લ્ડ – હોસ્પિટાલિટી એન્ડ કન્વેન્શન સેન્ટરની સાથે લાઈફસ્ટાઈલ ફેમિલી ક્લબ ડિલિવર કરી રહ્યા છે. જ્યાં વ્યક્તિ અનંત સંસાધનોનો ઉપયોગ કરી શકે છે અને તેમની ક્ષમતાઓને અડગ રીતે વિકસાવી શકે છે. સુરતનું આ પહેલું હોસ્પિટાલીટી એન્ડ કન્વેન્શન સેન્ટર છે જે કેન્દ્રીય ટુરિઝમ મંત્રાલય અને ગુજરાત ટુરિઝમની પોલિસી અનુરૂપ બનેલું છે. ધ વર્લ્ડ ખાતે આધુનિક સુવિધાઓથી સુસજ્જ કુલ 288 ડીલક્સ અને એક્ઝિક્યુટિવ પ્રીમિયમ એપાર્ટમેન્ટ રૂમ્સ છે. આ ઉપરાંત મિટિંગ, ઇવેન્ટ અને સેલિબ્રેશન સ્પેસ જેવા ઘણા એરિયા પ્રસંગોની ઉજવણી યાદગાર બનાવે તેવા છે. ગૃહ પ્રવેશ બાદ 15મી ઓક્ટોબરથી નવરાત્રિની ઉજવણી, 9 થી 14 નવેમ્બર સુધી દિવાળી પર્વની ઉજવણી, 25મી ડિસેમ્બરે ક્રિસમસ અને 31મી ડિસેમ્બરે ન્યૂ ઇયર સેલિબ્રેશન થશે.

ભારતની આઝાદી દિન ના પર્વે યોઝાયેલ આ મીટમાં ગ્રુપ દ્વારા પોતાના ઇન્વેસ્ટર્સ માટે એક મીની બેંક રૂપી ભેટ ની પણ જાહેરાત કરવામાં આવી છે અને આવી એસેટ્સ-બેક્ડ ફાઇનાન્સિયલ ટેક્નોલોજીની રૂપરેખા ને રોકાણકારો એ પબ્લિક લિમિટેડ કંપનીથી પણ વિશેષ તુલના માં મૂકી છે. ધ વર્લ્ડ પ્રોજેક્ટ સંપૂર્ણ FinTech આધારિત હોવાનું જણાવતા કંપનીએ પોતાની હાર્ટ-સૈ મોબાઈલ એપ્લિકેશન અને UPI એપ્રુવ્ડ પેમેન્ટ કાર્ડ ની પણ જાહેરાત કરી હતી જેનાથી હિંદવા ગ્રુપના રોકાણકારો ને થતી આવક ને દુનિયા ભર માં વાપરી શકાશે તેમજ આ મોડ્યુલ ગ્રુપની લેન્ડ બેંક ને જોડી પોતાના રોકાણકારો ને સરળ દરે ફાયનાન્સ પણ અપાવશે. હરીક્રિષ્ના ગ્રુપના રાજેશ ધોળકીયા એ જણાવ્યું કે દેશ-વિદેશ માં અમે ઘણી બધી પ્રોપર્ટીઓ ધરાવીએ છીએ તેમજ ધ વર્લ્ડ માં સ્ટેકહોલ્ડર પણ છીએ. આવી આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ધરાવતી પ્રોપર્ટી ને સુરત માં લાવી હિંદવા ગ્રુપે ધ વર્લ્ડ મારફતે શહેર, રાજ્ય તેમજ સમગ્ર દેશ ને એક આગવી ભેટ આપી છે. આ ઉપરાંત સારું એવું પોટેન્શિયલ ધરાવતી FinTech ઇન્ડસ્ટ્રી માં આગેકૂચ કરવાના નિર્ણયમાં અમે હર હંમેશ મારા મિત્ર કેયુર ખેની ની સાથે છીએ.

આ પ્રોજેક્ટમાં શરૂઆતથી જ સહભાગી ઇન્વેસ્ટર એવા શહેર ના પ્રતિષ્ઠિત ડોક્ટરો માના એક ડો. પ્રકાશ એમ. પટેલ (શારદા હોસ્પિટલ) પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટને નજર સામે બનતા નિહાળ્યો છે અને આજે જે આકાર પામ્યો છે તે અમારી બધી જ જરૂરિયાત પૂર્ણ કરે છે. અમે ખુબ જ ઉત્સાહ થી આ મોડ્યુલ ના સહભાગી થઈએ છીએ અને અમે આ પ્રોજેક્ટની ભવિષ્યમાં આવનાર શૃંખલા ના પણ સહયોગી રહીશું. ઇવેન્ટ માં ધ વર્લ્ડ ની રૂમ્સ તેમજ વિવિધ પ્રકારની કમર્શિઅલ સ્પેસના રોજિંદા લાગુ પડનારા ભાવ બહાર પાડવામાં આવ્યા હતા તેમજ ગુજરાત અને સમગ્ર દેશ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે એવા મોદી સરકાર ના સ્વપ્ન ને સાકાર કરવાના માળખાની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. વધુમાં, કંપનીના સ્પોકપર્સન અનિલ રાદડીયાએ જણાવ્યું હતું કે અમે રવિવાર તા. 20 ઓગસ્ટ 2023 એ અમારી આ મીટ & ગ્રીટ ની વિસ્તૃત માહિતી ફેસબુક અને યુટ્યુબ જેવી સોશિયલ મીડિયા ચેનલો મારફતે રિલીઝ કરી છે, જેને નિહાળવાથી લોકોને જાણવા મળશે કે ભારતના કોઈપણ નાગરિક તેમજ ભારત સાથે જોડાયેલા બહાર દેશ માં વસતા NRI નાગરિકો કેવી રીતે ધ વર્લ્ડના આ અનોખા બિઝનેસ મોડ્યૂલ માં ઈન્વેસ્ટ કરી શકે અને સંપૂર્ણ બેકઅપ સાથેની આ ફાઇનાન્સિયલ મોડ્યુલ માં કેવી રીતે સારી એવી આવક મેળવી અને વાપરી પણ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત અને અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રે હિંદવા ગ્રુપ સારું એવું નામ ધરાવે છે. કંપની ઘણા બધા રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ સફળતા પૂર્વક ડિલિવર કરી ચુકી છે, તેમજ અત્યાધુનિક મલ્ટી-ઇન્ડસ્ટ્રીયલ અને ટેક્ષટાઇલ પાર્ક પણ નિર્મિત કર્યા છે જ્યાં હાલમાં દેશ-વિદેશની નામી-ગિનામી કંપનીઓ એ પોતાના પ્રોડક્શન યુનિટ્સ સ્થાપ્યા છે. આ ઉપરાંત ગ્રુપ ટેકનીકલ ટેક્ષટાઇલ અને એડ્યુકેશન ક્ષેત્ર માં પણ કાર્યરત છે. ધ વર્લ્ડ ની સફળતા બાદ ગ્રુપ હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ હરણફાળ કરશે એવું મનાઈ રહ્યું છે.

Most Popular

To Top