National

પાકિસ્તાનના PM શહબાઝ શરીફને લાગે છે ભારત સાથે યુદ્ધ થવાનો ભય, કહ્યું કે,…

નવી દિલ્હી: પાકિસ્તાનમાં શરૂ આર્થિક સંકટ, રાજનૈતિક અસ્થિરતા અને આતંકવાદી ઘટનાઓમાં વધારો થવાની વચ્ચે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધનો ભય લાગી રહ્યો છે. શહબાઝ શરીફ સરકારે ગુરુવારે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, દેશમાં થનાર પ્રાંતીય ચૂંટણીમાં વિલંબ થવાનું એક કારણ ભારત સાથે યુદ્ધ થવાનો ભય છે. વાત એવી છે કે, અદાલત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં વિલંબની અપીલ પર સુનાવણી કરી રહી છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ અનુસાર, ગુરુવારે પાકિસ્તાની રક્ષા મંત્રાલય તરફથી સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજનૈતિક રૂપથી મહત્વપૂર્ણ પંજાબ પ્રાંતમાં ચૂંટણીથી દેશમાં અસ્થિરતા વધશે અને તેનો લાભ ઉઠાવીને ભારત જળ વિવાદ સહિત અન્ય અનેક વિવાદિત મુદ્દાઓનો લાભ ઉઠાવી શકે છે. રિપોર્ટમાં પાકિસ્તાન સરકારે સંભાવના વ્યક્ત કરી છે કે, આનાથી પાકિસ્તાન તે ‘ગ્લોબલ ગ્રેટ ગેમ’નો વિક્ટમ બની રહેશે, જ્યાં ભારત એક મહત્વની ભૂમિકામાં છે.

ચૂંટણી રોકવાની માંગ
પાકિસ્તાની રક્ષા મંત્રાલયે આ રિપોર્ટના માધ્યમથી પંજાબમાં થનાર ચૂંટણી તારીખના આદેશને પાછા લેવાની અપીલ કરી છે. સરકારે કહ્યું કે, જો પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં વિધાનસભા ચૂંટણી થાય છે, તો અન્ય પ્રાંતોમાં થનાર ચૂંટણીના પહેલા આતંકવાદના જોખમમાં વૃદ્ધી થવાની સંભાવના છે.

મુખ્ય ન્યાયાધીશ ઉમર અતા બંદિયાલની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે 8 એપ્રિલે ચૂંટણી આયોગના આ નિર્ણયને રદ કરી દીધો હતો. જેમાં ચૂંટણીની તારીખ 10 એપ્રિલથી બદલીને 8 ઓક્ટોમ્બર કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પંજાબ વિધાનસભા માટે 14 મેના રોજ વોટિંગની તારીખ નક્કી કરી છે. પાકિસ્તાન સરકારે ઓક્ટોમ્બર સુધી ચૂંટણી રોકવા ઈચ્છે છે. પાકિસ્તાનના ચૂંટણી આયોગો ઈસીપીને 22 માર્ચે કહ્યું હતું કે, દેશ રોકડની અછતનો સામનો કરી રહ્યો છે. દેશમાં સુરક્ષાની સ્થિતિ ખરાબ થઈ છે. ત્યારે પંજાબ પ્રાંતમાં વિધાનસભા ચૂંટણી કરાવી શકાય નહીં.

પાકિસ્તાની વેબસાઈટ ધ ડોન અનુસાર, સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન ક્રોસ-બોર્ડર ટેરેરિઝ્મ, દેશમાં અસ્થિરતા, આતંકવાદી સંગઠન ટીટીપીની જોખમ, પાકિસ્તાન રિટર્ન આવી રહેલા ઈસ્લામિક સ્ટેટના છોકરાંઓ અને ભારતીય જાસૂસ એજન્સી અને યુદ્ધના જોખમોનો સામનો કરી રહ્યો છે. ગત કેટલાક વર્ષોથી દેશની સુરક્ષા વ્યવસ્થાની હાલત એવી છે કે, દેશના પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર સેના તૈનાત કરવાની જરૂર પડી રહી છે.

આતંકવાદ એક વાર ફરીથી પગ ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે
રિપોર્ટમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન માત્ર બહારના આક્રમણથી નહીં, પણ દેશમાં શરૂ આતંરિક અસ્થિરતાના કારણે પણ જોખમમાં છે. પંજાબ પ્રાંતનો ઉલ્લેખ કરવાની સાથે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ક્ષેત્રમાં આતંકવાદ એક વાર ફરીથી પગ ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જાન્યુઆરી 2022 થી એપ્રિલ 2023ની વચ્ચે અંદાજે 150 આતંકી હુમલાઓની ધમકીઓ મળી છે. તેમાંથી 78 હુમલાઓના જોખમને કાઉન્ટર ટેરેરિઝ્મ અથવા ઈન્ટેલિજેન્સ બેસ્ડ ઓપરેશનની મદદથી નિષ્ફળ બનાવવામાં આવ્યા, છતાં 8 હુમલાને રોકી શક્યા ન હતા.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, દેશમાં આંતરિક અસ્થિરતાની વચ્ચે પંજાબમાં ચૂંટણીથી વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત, આ પણ કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીને ધ્યાને રાખીને વિવિધ રાજનૈતિક દળોના વરિષ્ઠ નેતાઓને અનેક ધમકીઓ મળી છે. તેમાંથી મહત્તમ ધમકીઓ પંજાબ પ્રાંતમાંથી છે.

જો કે, સરકારે આશા વ્યક્ત કરી છે કે, આતંકવાદનો સામનો કરવા માટે ચીન, પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનની વચ્ચે હાલમાં થયેલા કરારથી આગામી 6 થી 8 મહિનામાં સારાં પરિણામ જોવા મળશે.

Most Popular

To Top