નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 22 જૂનનાં રોજ અમેરિકાની (America) મુલાકાતે જઈ રહ્યાં છે. 22મી જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સ્ટેટ ડિનર (Stat Dinner) માટે યજમાન બનશે. યુએસ પ્રમુખ જો બિડેન અને જીલ બિડેન વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે. આ જાણકારી અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકાની આ મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચે ઊંડી અને ગાઢ ભાગીદારીની પુષ્ટિ કરશે.
- પીએમ મોદી અને જો બિડેન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે
- જો બિડેન અને જીલ બિડેન વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે
- આ વર્ષે ભારત G-20ની યજમાની કરી રહ્યું છે તો અમેરિકા APECની યજમાની કરી રહ્યું છે
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, ” પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેનની આ મુલાકાત યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની ઊંડી અને ગાઢ ભાગીદારી અને કુટુંબ અને મિત્રતાના બોન્ડને વધારે મજબૂત કરશે જે અમેરિકા અને ભારતના લોકને એક સાથે બાંધી રાખવામાં મદદ કરશે.” ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક માટે, બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા અને સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ સહિત વ્યૂહાત્મક ટેક્નોલોજી ભાગીદારીને વધારવાના અને સહિયારા સંકલ્પને મજબૂત કરવા માટે મુલાકાત થશે તેમ વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવાયું છે.
આ વર્ષે ભારત G-20ની યજમાની કરી રહ્યું છે. તે જ સમયે અમેરિકા APECની યજમાની કરી રહ્યું છે. દરમિયાન જાપાન જી7ની યજમાની કરી રહ્યું છે. ત્રણેય દેશો ક્વાડના સભ્યો છે અને એકબીજા સાથે સહકારને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પીએમ મોદી અને જો બિડેન વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.