નવી દિલ્હી: ભારતનાં વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી ત્રણ દેશોનાં પ્રવાસે છે. જાપાનના (Japan) હિરોશિમામાં G-7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના ટોચના નેતાઓને મળ્યા હતા. પીએમ મોદીએ ક્વાડ સમિટમાં (Quad Summit) ભાગ લીધો હતો, જેમાં યુએસ પ્રમુખ જો બિડેન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ હાજરી આપી હતી. આ વિદેશ પ્રવાસો પર વડાપ્રધાન મોદીને ઘણું સન્માન મળી રહ્યું છે, પરંતુ પાપુઆ ન્યુ ગીની જવા પર વડાપ્રધાન મોદીને એક દુર્લભ સન્માન મળશે, જે માત્ર કેટલાક નેતાઓને જ મળ્યું છે.
પાપુઆ ન્યુ ગિનીમાં સાંજના સમયે પણ પીએમ મોદીનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે
વડાપ્રધાન મોદી રવિવારે હિંદ પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુ દેશ પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેશે. PM મોદીની પાપુઆ ન્યુ ગિનીની આ પ્રથમ મુલાકાત છે અને ભારતના કોઈપણ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે. આ કારણે પણ આ પ્રવાસ ખૂબ જ ખાસ છે. સામાન્ય રીતે, પપુઆ ન્યુ ગિનીમાં સાંજ પછી રાજ્યના વડાઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવતું નથી, પરંતુ વડા પ્રધાન મોદીના કિસ્સામાં, પાપુઆ ન્યુ ગિની તેની પરંપરા બદલવા જઈ રહ્યું છે. PM મોદીનું પાપુઆ ન્યુ ગિનીમાં આગમન પર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. PM મોદીનું સ્વાગત કરવા માટે પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન ખુદ એરપોર્ટ પર પહોંચશે.
મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાતથી ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ ચિંતિત
પાપુઆ ન્યુ ગીની બાદ પીએમ મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદી સિડનીમાં એક ખાસ કાર્યક્રમમાં ભારતીય મૂળના નાગરિકોને મળશે. આ કાર્યક્રમમાં 20 હજાર લોકો આવશે પરંતુ ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ ચિંતિત છે કે કારણ કે ક્ષમતા કરતા વધુ લોકો આ કાર્યક્રમમાં આવવા માગે છે આ માટે તેઓ રિકવેસ્ટ પણ કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં સિડનીનો હેરિસ પાર્ક વિસ્તાર હવે લિટલ ઈન્ડિયા બની ગયો છે. અહીં ભારત અને ભારતીયોનો પ્રભાવ એટલો છે કે ઓસ્ટ્રેલિયાની સરકાર પણ પીએમ મોદીની ફેન બની ગઈ છે.