મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા થવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમના પહેલા એપિસોડનું પ્રસારણ 3 ઓક્ટોમ્બર 2014માં થયું હતું. જેનું પ્રસારણ દરેક મહિનાના અંતિમ રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર થાય છે. તેનો 100મો એપિસોડ 30 એપ્રિલ રવિવારે થશે. આ ખાસ અવસરે માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે PM મોદીને શુભેચ્છાઓ આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ‘મન કી બાતએ મહિલાઓના આર્થિક, સશક્તિકરણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને અન્ય મુદ્દાઓ પર વિકાસના ક્ષેત્રમાં જાગૃત ર્ક્યુ છે.’
આ ઐતિહાસિક ક્ષણ પર UNએ ટ્વીટ કરીને કહ્યું કે ‘ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર થઈ જાઓ! PM મોદીના મન કી બાત કાર્યક્રમનો 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ @UN મુખ્યાલયમાં ટ્રસ્ટીશિપ કાઉન્સિલ ચેમ્બરમાં પણ બતાવવામાં આવશે.’
ન્યૂયોર્કમાં પણ થશે પ્રસારણ
મન કી બાતના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ ભારતીય સમયાનુસાર 30 એપ્રિલે સવારે 11 કલાકે થશે, ત્યારે ન્યૂયોર્કમાં દોઢ વાગ્યા હશે. સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રવિવારે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ઐતિહાસિક અને અભૂતપૂર્વ રહેશે. સ્થાયી મિશને કહ્યુ કે ‘મન કી બાત એક માસિક રાષ્ટ્રીય પરંપરા બની ગઈ છે. તે લાખો લોકોને ભારતની વિકાસ યાત્રામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.’
ન્યૂયોર્કમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસ, સામુહિક સંગઠનની સાથે ભારતીય-અમેરિકી અને પ્રવાસી સમુહ માટે ન્યૂજર્સીમાં રવિવારે દોઢ કલાકે આ કાર્યક્રમની મેજબાની કરશે. તેમણે કહ્યું કે ‘રવિવારે 30 એપ્રિલે દોઢ કલાકે મન કી બાત સાંભળવાનું ભૂલતા નહીં. આ કાર્યક્રમના 100મા એપિસોડ માટે મળીને ઉજવણી કરીશું. PM મોદી ભારતીય અને NRI સાથે જ દુનિયાના અનેક શ્રોતાઓ સાથે જોડાશે.’
કાર્યક્રમ સફળ બનાવવા બીજેપીએ લગાવ્યો એડીચોટીનો જોર
બીજેપીએ દેશભરમાં અંદાજે 100 જગ્યાઓ પર એવી સુવિધાઓ બનાવી છે, જ્યાં લોકો આને સાંભળી શકશે. બીજેપી સૂત્રોએ જણાવ્યું છે કે, પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આના ‘ઐતિહાસિક’ બનાવવા માટે સમગ્ર દેખરેખ કરી છે. પાર્ટીની વિદેશની શાખાઓ અને અનેક ગેર રાજનૈતિક સંગઠનોને પણ રેડિયો પ્રસારણ મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે કહ્યું છે. તમામ રાજ્યપાલોના અધિકારીક ઘરો અને બીજેપી અથવા તેમની સાથી પાર્ટીઓના મુખ્યમંત્રીઓના ઘરોમાં પ્રતિષ્ઠત નાગરિકો માટે કાર્યક્રમ સાંભળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.