નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 24 એપ્રિલે કોચ્ચિના પ્રવાસે જવાના છે. ત્યારે વડાપ્રધાનની કેરળ યાત્રાના પહેલા એક ધમકીભર્યો પત્ર (Letter) મળ્યો છે. જેના કારણે સમગ્ર કેરળને હાઈ એલર્ટ (High Alert) પર રાખવામાં આવ્યું છે. પત્ર મોકલનારે 24 એપ્રિલે વડાપ્રધાન મોદીની કોચ્ચિ પ્રવાસ દરમિયાન આત્મઘાતી હુમલાની ધમકી આપી છે. પત્રમાં પત્ર મોકલનારનું નામ અને એડ્રેસ પણ લખવામાં આવ્યું છે. આના પછી પોલીસ તરત જ પત્ર મોકલનારના ઘર સુધી પહોંચી ગઈ હતી.
પોલીસ જ્યારે તે વ્યક્તિના ઘરે પહોંચી ત્યારે તે વ્યક્તિ ગભરાઈ ગયો અને તમામ આરોપોને નામંજૂર ર્ક્યા હતા. સાથે જ તેણે પોલીસને જણાવ્યું કે, ‘મને ફસાવવા માટે કોઈએ મારા નામથી પત્ર લખ્યું છે. જો કે, મને ખબર જ નથી કે સમગ્ર મામલો શું છે?’ જો કે, ધમકીભર્યો પત્ર મળ્યો, ત્યારબાદથી જ કેરળમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાહનોની ચેકિંગ કરવામાં આવી રહી છે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ ચેકિંગ વધારવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પત્ર કોચ્ચિના રહેવાસીએ મલયાલમ ભાષામાં લખ્યું હતું. આ પત્ર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ કે.સુરેન્દ્રનને મળ્યું હતું. ત્યાર બાદ તેમને તરત જ પોલીસને આ પત્ર સોંપી દીધું હતું. પત્ર પર આપવામાં આવેલી માહિતીના માધ્યમથી પોલીસ એન.કે.જોની નામના વ્યક્તિ પાસે પહોંચી હતી. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘મોદીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના ભાગ્યનો સામનો કરવો પડશે.’ કોચ્ચિના મૂળ નિવાસી જોનીએ આ પત્ર મેં નથી લખ્યું એમ કહ્યું હતું. પણ આરોપ લગાવ્યો કે, હત્યાની ધમકી પાછળ એક વ્યક્તિ હોઈ શકે છે, જેના તેના વિરૂદ્ધ દ્વેષની લાગણી રાખે છે.
જોનીએ રિપોર્ટર્સને કહ્યું કે, પોલીસ તેના ઘરે આવી હતી અને પત્રના વિશે પૂછપરછ કરી રહી હતી. પોલીસે મારા લખાણ સાથે પત્રનું લખાણ મેચ ર્ક્યું હતું. તેમને વિશ્વાસ થયો કે પત્ર લખવા પાછળ હું નથી. થઈ શકે છે કે, ધમકીની પાછળ કોઈ એવો વ્યક્તિ હોય, જેનામાં મારા પ્રત્યે દ્વેષની લાગણી હોય. મેં તેવા લોકોના નામ શેર ર્ક્યા છે, જેમના પર મને શંકા છે. આ દરમિયાન સુરક્ષાને લઈને અધિક પોલીસ મહાનિર્દેશકનું પત્ર પણ મીડિયામાં સામે આવી ગયું છે. એડીજીપીના પત્રમાં પ્રતિબંધિત સંગઠન પોપુલ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાથી જોખમ સહિત બીજી અનેક ગંભીર જોખમોનો ઉલ્લેખ ર્ક્યો છે. વિદેશ રાજ્ય મંત્રી એ.કે.મુરલીધરને પત્ર લીક થવાને રાજ્ય પોલીસની ભૂલ ગણાવી છે.