Gujarat

ગાંધીનગરમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 વુમન એમ્પાવરમેન્ટ એગેંજમેન્ટ સમિટ યોજાશે

ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G-20નું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે. જ્યાં દરેક મહિલા (woman) ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે. જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે.

જી -20 સમિટના રાજ્ય સરકારના નોડલ અધિકારી મોન ખંધારે કહ્યું હતું કે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 વુમન એમ્પાવરમેન્ટ એગેંજમેન્ટ સમિટ 1થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેની થીમ ‘વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ‘વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન” છે. વિશ્વભરમાંથી 600થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકોમાં સામેલ થશે. અમુક મહિલા મંત્રી, ભારત અને વિદેશના જાણીતા વક્તા, G20 એમ્પાવર ડેલીગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિ આ બેઠકોમાં જોડાશે.

ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ એમ્પાવર સમિટ 31મી જુલાઈના રોજ G20 એમ્પાવરના અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી, FICCI અને અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝેસ લિ.ના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, અને બોટ ઈન્ડિયા (TBC)ના સહ-સ્થાપક અને સીએમઓ, અમન ગુપ્તા સાથે ચર્ચાથી શરૂ થશે.

મુખ્ય કાર્યક્રમ પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઇરાની અને G20 શેરપા G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે. ત્યારબાદ, પ્લેનરી સેશન યોજાશે, જેમાં આદિત્ય બિરલા સેન્ટર ફોર કોમ્યુનિટી ઇનિશિયેટિવ્સ એન્ડ રૂરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ તેમજ FICCI સીએસઆર અને કમ્યુનિટી ડેવલપમેન્ટ કમિટીના ચેરપર્સન, રાજશ્રી બિરલા, SIDBIના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિવસુબ્રમણ્યમ રામન તેમજ હિન્દુસ્તાન યુનિલીવરના ભૂતપૂર્વ સીઇઓ અને એમડી અને FICCIના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજીવ મહેતા સંબોધન કરશે.

વિવિધ વિષયો પર પાંચ-પૅનલ ચર્ચાઓ પણ યોજાશે. આ સત્રોમાં વિશ્વભરની વિવિધ સંસ્થાઓના વિવિધ મહાનુભાવોની હાજરી જોવા મળશે. G20 એમ્પાવર વર્કિંગ ગ્રુપના તમામ અધ્યક્ષ અને સહ-અધ્યક્ષના સન્માન સમારોહ સાથે સમિટ સમાપ્ત થશે.

તા.1લીના રોજ સમિટમાં નીચે મુજબના વિષયો સામેલ કરાશે
1લીના રોજ સમિટમાં પાંચ વિષયો સામેલ કરાશે. જેમાં લીડીંગ ધ ચેન્જ: મહિલા નેતૃત્વને પુનઃવ્યાખ્યાયિત કરવું, મહિલાઓની નાણાકીય સમાનતાને આગળ વધારવા માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો લેવો, ક્લોઝિંગ ધ ગેપ: એચીવીંગ ટેક્વીટી ફોર વિમેન, શી-પ્રિન્યોર્સ: મહિલાઓની આગેવાની હેઠળના સાહસોની શક્તિનો ઉપયોગ અને લીડરશીપ અનપ્લગ્ડ: પ્રેરણાદાયી નેતાઓ દ્વારા સશક્તિકરણ વાર્તાઓ. આ સાથે મહિલા સશક્તિકરણ અંગેની G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સ પણ યોજાશે.

2 ઓગસ્ટના રોજ કોન્ફરન્સના પ્રથમ દિવસની શરૂઆત એક પ્રદર્શનથી થશે, જેનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પાંચ મંત્રી સ્તરીય સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સત્રો નીચેના વિષયો પર યોજવામાં આવશે. જેમાં શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે એક પરિવર્તનકારી માર્ગ, મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય, શિક્ષણ અને STEM, મહિલાઓ માટે કૌશલ્યની તકો અને વિમેન ઇન ઇમર્જીંગ ટેક્નોલોજીસ સમાવેશ થાય છે.

3 ઓગસ્ટના બીજા દિવસે વહેલી સવારે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મંત્રી સ્તરની ચર્ચાઓ થશે; તેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન-ઇમ્પેક્ટ ઓન વિમેન્સ હેલ્થ એન્ડ ફાર્મિંગ, વિમેન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જમેકર્સ ઇન ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top