National

PM મોદીનો પહેલો પોડકાસ્ટ, નિખિલ કામથને કહ્યું- રાજકારણમાં સંવેદનશીલતા જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે તેમનો પહેલો પોડકાસ્ટ કર્યો છે. પીએમ મોદી ‘પીપલ બાય WTF’ શોમાં પહેલી વાર પોડકાસ્ટમાં જોવા મળી રહ્યા છે. નિખિલ કામથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીના પહેલા પોડકાસ્ટનું ટીઝર શેર કર્યું છે. ટીઝર શેર કરતાં તેમણે લખ્યું, “પીએમ નરેન્દ્ર મોદી સાથે લોકો. એપિસોડ 6 ટ્રેલર @narendramodi.” આ ટીઝરમાં, પીએમ મોદી કેટલાક રસપ્રદ પ્રશ્નોના જવાબ આપતા જોઈ શકાય છે. પીએમ મોદીએ પોતાના અંગત જીવનની વાતો પણ શેર કરી સાથેજ સીએમ બન્યા બાદ તેમની ચાર ઇચ્છાઓ જે તેમણે પૂર્ણ કરી તે વિશે પણ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજકારણમાં સંવેદનશીલતા ખૂબજ જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું પોડકાસ્ટની દુનિયા મારા માટે નવી છે. મારું જીવન એક ભટકતા વ્યક્તિ જેવું હતું. તેમણે કહ્યું, રાજકારણમાં આવવું એક વાત છે અને રાજકારણમાં સફળ થવું બીજી વાત છે. મારું માનવું છે કે તેના માટે સમર્પણ હોવું જોઈએ. કામથના સવાલ પર કે શું રાજકારણી જાડી ચામડીનો હોવો જોઈએ? તેના પર પીએમ મોદીએ કહ્યું કે રાજકારણી જાડી ચામડીનો નહીં પણ સંવેદનશીલ હોવો જોઈએ. તમારે ટીમ પ્લેયર બનવું જોઈએ. સમાજના તમામ વર્ગના લોકો સ્વતંત્રતા ચળવળમાં જોડાયા, પરંતુ તે બધા રાજકારણમાં પ્રવેશ્યા નહીં; જોકે, તે દેશભક્તિથી પ્રેરિત ચળવળ હતી. આઝાદી પછી ઘણા લોકો રાજકારણમાં આવ્યા. આઝાદી પછી ઉભરી આવેલા રાજકારણીઓની વિચારસરણી અને પરિપક્વતા અલગ છે; તેમના શબ્દો સમાજને સમર્પિત છે. સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ, તેમણે મહત્વાકાંક્ષા સાથે નહીં પણ મિશન સાથે આવવું જોઈએ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિખિલ કામથ સાથે તેમનો પહેલો પોડકાસ્ટ કર્યો. આ દરમિયાન તેમણે ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી. પીએમ મોદીએ જણાવ્યું કે બાળપણમાં તેઓ તેમના આખા પરિવારના કપડાં ધોતા હતા જેથી તેઓ તળાવમાં જઈ શકે. પીએમ મોદીએ કહ્યું કે મારો જન્મ ગુજરાતના મહેસાણાના વડનગરમાં થયો હતો. તે સમયે તે સ્થળની વસ્તી ૧૫૦૦૦ હતી. સીએમ બન્યા બાદ મેં ચાર કામ કર્યા. મારા સ્કૂલના મિત્રોને ભેગા કર્યા. મને ભણાવનાર દરેક શિક્ષકને મેં શોધ્યા અને તેમનું જાહેરમાં સમ્માન કર્યું. મારા પરિવારના તમામ લોકો કે જેમને હું ઘણા સમયથી મળ્યો ન હતો. તેમના બાળકો કે જેઓને હું ઓળખતો પણ ન્હોતો તેઓને સૌને મેં ભેગા કર્યા અને સીએમ હાઉસમાં બોલાવ્યા. ચોથું કામ મેં એ કર્યું કે મારા જીવનકાળમાં જે લોકોએ મને જમાડ્યો હતો. તેમના ઘરે હું જમ્યો હતો તે બધાને બોલાવી મેં તેમનું સમ્માન કર્યું.

પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી મેં નક્કી કર્યું કે હું સખત મહેનત કરવામાં કોઈ કસર છોડીશ નહીં. હું મારા માટે કંઈ કરીશ નહીં. હું ક્યારેય ખરાબ ઈરાદાથી ખોટું નહીં કરું. મેં આને મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. હું પણ એક માણસ છું, ભગવાન નથી. હું રંગ બદલનાર વ્યક્તિ નથી. જો તમે ક્યારેય કંઈ ખોટું કર્યું નથી, તો તમારી સાથે કંઈ ખોટું થશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે હું પણ એક માણસ છું, ભગવાન નથી. હું પણ ભૂલો કરું છું. પોડકાસ્ટમાં, પીએમ મોદીએ વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધો પર કહ્યું કે મેં પહેલા પણ કહ્યું છે કે અમે નિષ્પક્ષ નથી પરંતુ અમે શાંતિના પક્ષમાં છીએ.

નિખિલ કામથે પીએમ મોદીને પૂછ્યું કે શું રાજકારણ એક ગંદી જગ્યા છે? પીએમ મોદીએ આનો સરળતાથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જો એવું હોત તો તેઓ કામથ સાથે ન બેઠા હોત. બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સારા લોકોએ રાજકારણમાં આવતા રહેવું જોઈએ. તેમણે મહત્વાકાંક્ષાઓ સાથે નહીં પરંતુ એક મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ.

મહાત્મા ગાંધી લાકડી લઈને ચાલતા હતા પણ અહિંસાની વાત કરતા હતા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વક્તૃત્વ કરતાં સંવાદ વધુ મહત્વપૂર્ણ છે. તમે કેવી રીતે વાતચીત કરો છો. મહાત્મા ગાંધી લાકડી લઈને ચાલતા હતા પણ અહિંસાની વાત કરતા હતા. મહાત્માજીએ ક્યારેય ટોપી પહેરી ન હતી, પરંતુ આખી દુનિયા ગાંધી ટોપી પહેરતી હતી, આ તેમના સંદેશાવ્યવહારની શક્તિ હતી, તેમનું ક્ષેત્ર ચોક્કસપણે રાજકારણ હતું પણ શાસન નહીં. તેમણે ન તો ચૂંટણી લડી કે ન તો તેઓ સત્તામાં આવ્યા પરંતુ તેમના મૃત્યુ પછી મળેલી જગ્યાનું નામ રાજઘાટ રાખવામાં આવ્યું.

ભારત યુદ્ધમાં તટસ્થ નથી, પણ શાંતિના પક્ષમાં છે
જ્યારે કામથે વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધો વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે પીએમ મોદીએ કહ્યું કે અમે કહ્યું છે કે અમે તટસ્થ નથી. અમે શાંતિના પક્ષમાં છીએ. જ્યારે પીએમ મોદીને કહેવામાં આવ્યું કે બાળપણથી જ આપણા મનમાં એ વાત ભરાયેલી છે કે રાજકારણ એક ગંદી જગ્યા છે. આ અંગે પીએમ મોદીએ કહ્યું, “જો વાસ્તવિકતા એવી હોત જેવી તમે કહી રહ્યા છો, તો આજે તમે અહીં ન હોત.” જ્યારે કામથે કહ્યું કે તેમનું હિન્દી એટલું સારું નથી, ત્યારે બંને હસવા લાગ્યા, ત્યારે વડા પ્રધાન મોદીએ તરત જ કહ્યું કે મારી પરિસ્થિતિ તમારાથી અલગ નથી.

Most Popular

To Top