કેવડીયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(pm Modi)નો ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. ત્યારે ગુરુવારનાં રોજ પી.એમ મોદી કેવડિયા ખાતે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયર્નમેન્ટ અને હેડ ઓફ મિશનની કોન્ફરન્સમાં યુનો(UNO)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ(Antonio Gutierrez)ની ઉપસ્થિતિમાં મિશન લાઈફ(Mission Life)નું લોન્ચિંગ(Launching) કર્યું હતું. જેમાં ગુજરાતના ઈતિહાસમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. ગોલ્ફ કારમાં પ્રધાનમંત્રી SOU ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓનું આદિવાસી નૃત્ય અને સંસ્કૃતિક કાર્યક્રમથી સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ પી.એમ મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી.
ACનું ટેમ્પરેચર પણ પર્યાવરણ પર અસર કરે છે: પી.એમ મોદી
પી.એમ મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, આ મિશનથી પર્યાવરણની રક્ષા થશે. મિશન લાઈફનો મંત્ર લાઈફસ્ટાઈલ ફોર એન્વારમેન્ટ મને ખુશી છે કે મિશન LIFE માટે વિશ્વના દેશો આગળ આવ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ સામે વિશ્વભરની યુનિટી જરૂરી છે. કારણ કે ક્લાઈમેન્ટ ચેન્જ યુનિટી જ સૌથી મોટી તાકાત છે. ACનું ટેમ્પરેચર પણ પર્યાવરણ પર અસર કરે છે. દરરોજની જિંદગીમાં ઘણુ બધુ કરી શકાય જેથી પર્યાવરણની રક્ષા કરી શકાય. ધરતીને સુરક્ષિત કરવું ખૂબ જ જરૂરી છે. જે પ્રકૃતિની રક્ષા કરે છે, પ્રકૃતિ તેમની રક્ષા કરે છે. આજે ભારત પ્રગતિ સાથે પ્રકૃતિને પણ સાચવી રહ્યું છે. ભારતે LED બલ્બના માધ્યમથી પ્રદૂષણ ઘટાડયું છે.
120 દેશોના રાજદૂતો હાજર
વડાપ્રધાને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવીને પર્યાવરણને બચાવવા માટે આંદોલનમાં જોડાવા વૈશ્વિક નેતાઓને આહ્વાન કર્યું હતું. આજે આ મિશન લાઇફ શરૂ કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ કેવડિયા ખાતે મિશન લાઇફ લોન્ચ કર્યું. આ બાદ તેઓ મિશન પ્રમુખોની 10મી કોન્ફરન્સમાં ભાગ લેશે. આ દરમિયાન 120 દેશોના રાજદૂતો હાજર રહ્યા હતા.
શું છે LiFE મિશન
2021માં ગ્લાસગોમાં COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ (LiFE) અભિયાનનો વિચાર વિશ્વની સમક્ષ રજૂ કર્યો હતો. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસના પછીના દિવસે એટલે કે 6 જૂન, 2022ના રોજ એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને LiFE મિશનની શરૂઆત કરીને જણાવ્યું હતુ કે આ મિશન પાછળનો વિચાર એવો છે કે આપણે એવી જીવનશૈલી અપનાવીએ જે આપણી ધરતી માટે અનુકૂળ હોય અને આપણે તેને નુકસાન ન પહોંચાડીએ. તેમણે કહ્યું, ‘લાઇફ મિશન’ ભૂતકાળમાંથી શીખે છે, વર્તમાનમાં સંચાલિત થાય છે અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે.