India

PM મોદી આજે યુવાનો સાથે કરશે ખાસ સંવાદ! MY Bharat Budget Quest 2026ના વિજેતાઓ સાથે સીધી ચર્ચા

Narendra Modi આજે MY Bharat Budget Quest 2026ના વિજેતાઓ સાથે કરશે સંવાદ, 12 લાખથી વધુ યુવાનો જોડાયા

દેશના યુવાનોને નીતિ નિર્માણ અને વિકાસના માર્ગમાં જોડવાનો મહત્વનો પ્રયાસ તરીકે પ્રધાનમંત્રી Narendra Modi આજે MY Bharat Budget Quest 2026ના રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરના વિજેતાઓ સાથે સીધી વાતચીત કરશે. આ કાર્યક્રમ દ્વારા દેશના યુવાનોને કેન્દ્રિય બજેટ અંગે ચર્ચા કરવા અને વિકસિત ભારત માટે પોતાના વિચારો રજૂ કરવાની તક આપવામાં આવી છે.

સરકારના જણાવ્યા મુજબ MY Bharat Budget Quest 2026ને સમગ્ર દેશમાં ભારે પ્રતિસાદ મળ્યો છે. આ પહેલમાં 12 લાખથી વધુ યુવાનો જોડાયા હતા, જ્યારે આશરે 47 હજાર નિબંધો (Essays) રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા વિજેતાઓને આજે પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાની તક મળશે.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને દેશના આર્થિક આયોજન અને નીતિ પ્રક્રિયામાં જોડવાનો છે. સરકાર માને છે કે ભારતની “યુવા શક્તિ” દેશના વિકાસમાં સૌથી મોટી શક્તિ બની શકે છે. તેથી યુવાનોના વિચારો અને સૂચનોને નીતિ નિર્માણમાં મહત્વ આપવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં રજૂ થયેલ Union Budget 2026ને ઘણા નિષ્ણાતો દ્વારા યુવા કેન્દ્રિત બજેટ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તેમાં શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા જેવા ક્ષેત્રોમાં મોટા રોકાણ પર ભાર મુકાયો છે, જેથી યુવાનોને ભવિષ્યમાં વધુ રોજગાર અને વિકાસની તક મળી શકે.

આ પહેલનો બીજો મહત્વનો હેતુ “અમૃત પેઢી”ને 2047 સુધીના આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્ય સાથે જોડવાનો પણ છે. સરકારનું માનવું છે કે આગામી દાયકાઓમાં ભારતને વૈશ્વિક શક્તિ બનાવવામાં યુવાનોની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ રહેશે.

MY Bharat પ્લેટફોર્મ પર યોજાયેલ Budget Quest 2026 એક અનોખું અભિયાન બની રહ્યું છે, જેના દ્વારા દેશના યુવાનોને બજેટની પ્રાથમિકતાઓ સમજવા, તેના વિઝન પર વિચાર કરવા અને ભારતના વિકાસ માટે નવા વિચારો રજૂ કરવાની તક મળી રહી છે. આજનો સંવાદ માત્ર વિજેતાઓ માટે જ નહીં, પરંતુ દેશભરના લાખો યુવાનો માટે પણ પ્રેરણાદાયી બનવાની અપેક્ષા છે.

Most Popular

To Top