અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) અને અમદાવાદ (Ahemdabad) મેટ્રો (Metro) રેલ ફેઝ 1ના પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. પીએમ મોદી ગાંધીનગરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અમદાવાદમાં પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. મેટ્રો ટ્રેનમાં સવાર થઈ પીએમ મોદી થલતેજ જવા નીકળ્યા. થલતેજ પહોંચી મોદી જનસભા સંબોધશે. પીએમ મોદીએ કાલુપુર મેટ્રો સ્ટેશનથી થલતેજ દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેઓએ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ સાથે વાતચીત કરી હતી. આ પહેલા તેમણે ગાંધીનગરમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી અને તેઓ ટ્રેનમાં મુસાફરી પણ કરી હતી.
પીએમ મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ મેટ્રો ટ્રેનમાં સવાર થઇને થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધવાનું શરૂ કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, ‘આજે અમદાવાદના નાગરિકો માટે અવસરનો દિવસ છે. ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતને વિકાસની રફ્તાર મળી છે, જે સાબરમતી તરફ ભાગ્યે જ કોઈ જોતું હતું તે હવે રિવરફ્રન્ટના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 વાગ્યે ભારતની ત્રીજી વંદે ભારત ટ્રેનને ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા બાદ પીએમ મોદી ગાંધીનગરથી કાલુપુર સ્ટેશન સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી હતી. વંદે ભારત ટ્રેનમાં તેઓ રેલવેના સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. કાલુપુર સ્ટેશનથી પીએમ મોદી થલતેજ પહોંચ્યા હતા. જ્યાં હજારોની સંખ્યામાં રાહ જોઈ રહેલા લોકોનું સંબોધન કરશે.
પીએમ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. આજે બીજો દિવસ છે ગઈકાલે પીએમ મોદી સુરતની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઘણા બઘા વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતુ, ત્યારે આજે પીએમ મોદી ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યા છે. પીએમ મોદી આજે ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનનું ઉદ્દઘાટન કરાવ્યું હતું. સવારે 10:30 વાગ્યે મોદીએ ગાંધીનગર ખાતેથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. અને ત્યાર બાદ વંદે ભારત ટ્રેનમાં જ સવાર થઈ પીએમ મોદી અમદાવાદના કાલુપુર સ્ટેશન આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી મેટ્રોમાં સવારી કરી હતી. પીએમ મોદી મેટ્રોમાં સવાર થઈ થલતેજ પહોંચ્યા હતા. જ્યાં તેઓ એક જાહેર સભાનું સંબોધન કરશે.
અમદાવાદમાં શરૂ થનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં પૂર્વ અને પ્રશ્ચિમ તેમજ ઉત્તર તથા દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. તમને જણાવી દઈએ કે ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ ફેઝમાં . પૂર્વ અને પશ્ચિમ કોરિડોર 21.16 કિલોમીટરનો છે જે થલતેજ ગામથી લઈને વસ્ત્રાલ એપરલ પાર્ક સુધીનો છે, જેમાં 17 સ્ટેશન છે. જ્યારે ત્તર અને દક્ષિણ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે.
અન્ડરગ્રાઉન્ડ ટનલમાંથી પણ જશે અને નદીની ઉપરથી પણ પસાર થશે
અમદાવાદીઓને નવરાત્રીમાં મેટ્રો ટ્રેનની ભેટ મળી રહી છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે. અને શહેરના નીચેથી પણ પસાર થાય છે. 21 કિલોમીટરનું આ સફર મુસાફરો માટે ખાસ હશે. મેટ્રો ટ્રેન શાહપુર દરવાજાથી કાંકરિયા પૂર્વ સુધી અન્ડરગ્રાઉન્ડ 6.5 કિલોમીટરનો રન પૂરો કરશે. આ અન્ડરગ્રાઉન્ડ ટનલમાં શાહપુર, ઘી કાંટા, કાલુપુર અને કાંકરિયા પૂર્વ એમ કુલ 4 સ્ટેશન આવશે. હાલના સમયમાં જો વાહન લઈને શાહપુરથી કાંકરિયા જવું હોય તો 30 મિનિટ થાય છે, પરંતુ મેટ્રો ટ્રેનમાં માત્ર 7 મિનિટમાં જ કાંકરિયા પહોંચી જવાશે.
બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે
રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.
5થી 25 રૂપિયા સુધીની ટિકીટ
બન્ને કોરિડોરમાં ટિકિનો દર અલગ અલગ સ્ટેશન માટે રૂા. 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.
વંદે ભારત ટ્રનની ઝડપ જૂની વંદે ભારત કરતાં 20 કિમી પ્રતિ કલાક વધુ છે
નોંધપાત્ર વાત એ છે કે, ત્રીજી અને નવી વંદે ભારત એક્સપ્રેસે તાજેતરમાં જ તેની સ્પીડથી આશ્ચર્યચકિત કરી દીધી હતી. નવી વંદે ભારત એક્સપ્રેસે ટ્રાયલ રન દરમિયાન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી લીધી હતી. આ ઝડપ મેળવીને વંદે ભારતે બુલેટ ટ્રેનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ તેના ટ્રાયલ બાદ કહ્યું હતું કે નવી વંદે ભારત ટ્રેનની સ્પીડ જૂની વંદે ભારત ટ્રેન કરતા 20 કિમી પ્રતિ કલાક વધુ છે. રેલ્વે મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ફોટોકેટાલિટીક એર પ્યુરીફાયર સિસ્ટમ નવી વંદે ભારત ટ્રેનને કોરોના સહિત તમામ વાયુજન્ય રોગોથી મુક્ત રાખશે. આજે પીએમ મોદી આ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી આપી હતી.
જાણો વંદે ભારત એક્સપ્રેસની વિશેષતા
વંદે ભારત એક્સપ્રેસમાં કુલ 1128 મુસાફરોની બેઠક ક્ષમતા છે. પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ નવી દિલ્હી-વારાણસી રૂટ પર દોડી હતી. બીજી ટ્રેન નવી દિલ્હીથી શ્રી વૈષ્ણો દેવી માતા, કટરા રૂટ સુધી ચલાવવામાં આવી હતી. હવે આ ત્રીજી વંદે ભારત ટ્રેન અગાઉની વંદે ભારત ટ્રેનોથી અલગ હશે. આ નવી ટ્રેનમાં મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
52 સેકન્ડમાં 0 થી 100 kmphની સ્પીડ
સ્વદેશી બનાવટની સેમી હાઈ સ્પીડ ટ્રેન તરીકે જાણીતી આ ટ્રેન માત્ર 52 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી લે છે. ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સ સાથે ઓટોમેટિક પ્લગ ડોર તેમજ ટચ ફ્રી સ્લાઇડિંગ ડોર ફીટ કરવામાં આવ્યા છે. કંટ્રોલ સેન્ટર અને મેઈન્ટેનન્સ સ્ટાફ સાથે કોમ્યુનિકેશન અને ફીડબેક માટે AC મોનિટરિંગ અને GSM અથવા GPRS જેવી અદ્યતન ટેકનોલોજી માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ.