National

પ્રધાનમંત્રી મોદીએ ત્રિનિદાદની મુલાકાત લીધી, સ્થાનિક ભારતીયોને સંબોધિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત દરમિયાન સ્થાનિક ભારતીય સમુદાયને સંબોધિત કર્યું અને આ મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ આ પ્રસંગે ત્રિનિદાદના વડા પ્રધાન કમલા પ્રસાદ-બિસ્સેસરને ખાસ ભેટ તરીકે મહાકુંભ અને સરયુ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની એક પ્રતિકૃતિ ભેટ આપી.

આ પ્રસંગે પીએમ મોદીએ કમલા બિસ્સેસરને “બિહારની પુત્રી” તરીકે સંબોધિત કરતાં જણાવ્યું કે, “તેમના પૂર્વજ બિહારના બક્સર જિલ્લાના ભેલુપુર ગામથી ત્રિનિદાદ સ્થળાંતર થયા હતા. કમલાજી પોતે પણ પોતાનું મૂળ કદી નહીં ભુલ્યા.” તેમણે વધુમાં કહ્યું કે, “આ વર્ષની શરૂઆતમાં મહાકુંભ જેવા વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાનું આયોજન થયું હતું, અને એ પવિત્ર સ્થળનું જળ હું અહીં લાવ્યો છું.”

પીએમ મોદીએ વિનંતી કરી કે આ પવિત્ર જળ ત્રિનિદાદના ગંગા સમાન નદી પ્રવાહમાં અર્પણ કરવામાં આવે. આ સંદેશ માત્ર ધાર્મિક નહીં પણ સાંસ્કૃતિક સમરસતા અને વિશ્વના કોઈપણ ખૂણે વસેલા ભારતીયો સાથેના આત્મીય સંબંધનો પ્રતિક પણ છે.

કમલા બિસ્સેસરનો હિન્દુસ્તાની સમુદાય સાથે સંબંધ:
વડા પ્રધાન કમલા બિસ્સેસરે પણ હિન્દુસ્તાની સમુદાયના મેળાવડાને સંબોધિત કર્યો અને 2012માં બિહારના તેમના પૂર્વજોના ગામ ભેલુપુરની મુલાકાત લીધાની યાદ તાજી કરી. તેમના કાર્યકાળ દરમિયાન પણ ભારતીય સંસ્કૃતિ સાથેનો તેમનો સંબંધ ગાઢ રહ્યો છે.

પીએમ મોદીની પ્રથમ ત્રિનિદાદ મુલાકાત:
પીએમ નરેન્દ્ર મોદી પહેલી વાર કોઈ સત્તાવાર મુલાકાતે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચ્યા છે. પિયાર્કો આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ કમલા બિસેસર, 38 મંત્રીઓ અને ચાર સાંસદોએ ગાર્ડ ઓફ ઓનર સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. 

આ મુલાકાત 1999 પછીનો પ્રથમ પીએમ સ્તરે દ્વિપક્ષીય મુલાકાત છે.આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવતી નથી, પણ વિશ્વભરના ભારતીય મૂળના લોકો સાથે ભારતીય સંસ્કૃતિના ગૌરવપૂર્ણ બંધને પણ દ્રઢ બનાવે છે.

Most Popular

To Top