ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 22 અને 24 ફેબ્રુઆરીએ ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું (Projects) ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વડા પ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ મોદી આજે ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે તેઓ મહેસાણા જશે અને વાલીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને રૂ. 8,350 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેમજ 25મી ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટનની સાથે સાથે પીએમ કરોડોની સ્કીમ ગિફ્ટ કરશે.
26મીએ 550 અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરીએ 550 અમૃત ભારત સ્ટેશનનો શિલાન્યાસ કરશે. તેમજ લગભગ રૂ. 40,000 કરોડના ખર્ચે સ્ટેશન પર રૂફ પ્લાઝા અને સિટી સેન્ટર વિકસાવવામાં આવશે. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન એક કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોમાં રસ્તાઓ પર લગભગ 1,500 ઓવરબ્રિજ અને અંડરબ્રિજનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન આ સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપશે. આ સાથે જ આ સમારોહમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને લગભગ 50,000 વિદ્યાર્થીઓને પુરસ્કાર આપવામાં આવશે.
NHAIના ₹10,070 કરોડથી વધુ ખર્ચે નિર્મિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેના એક હિસ્સાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
જણાવી દઇયે કે સમગ્ર રાજ્યમાં એક મજબૂત રોડ નેટવર્કનું નિર્માણ કરવું એ ગુજરાત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંનું એક છે. તેમજ રાજ્યના વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના ત્રણ ભાગોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે. જેમાં પહેલો ભાગ 31 કિમી લાંબો મનુબરથી સાંપાનો છે. જેને ₹2400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
બીજો ભાગ લગભગ 32 કિમી લાંબો સાંપાથી પાદરાનો છે. જેને ₹3200 કરોડથી વધુના ખર્ચે અને ત્રીજો ભાગ 23 કિમી લાંબો પાદરાથી વડોદરાનો છે. તેમજ ₹4300 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ રીતે ₹10 હજાર કરોડથી વધુના NHAIના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન જનતાને સમર્પિત કરશે.
આ સાથે જ વડાપ્રધાન સુરત પાલિકા સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને DREAM સિટીના વિકાસકાર્યો મળીને ₹5040 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.