Gujarat

નાનાપોંઢાથી પીએ મોદીએ કહ્યું, ‘ મારી ABCD જ શરૂ થાય છે A ફોર આદિવાસી’

વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ પહેલા સુરત (Surat) પહોચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી (Election) જાહેર થયા બાદ પીએમ મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. વડાપ્રધાન મોદી વલસાડના (Valsad) નાનાપોંઢા ખાતે આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી સભાને સંબોધી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંક્યું હતું. પીએમ મોદીએ જનસભાને સંબોધતા કહ્યું કે મારી ABCDની જ શરૂઆત આદિવાસીઓથી થાય છે, A ફોર આદિવાસી. વધુમાં પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા. વલસાડ બાદ પીએમ મોદી ભાવનગરમાં સમુહલગ્નોત્સવમાં હાજરી આપશે. વડાપ્રધાનની મુલાકાતને લઈ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વડાપ્રધાનના રોડ શોમાં લોકોનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું કે ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ કાર્યક્રમ આદિવાસી વિસ્તારમાં રાખ્યો છે તે બાબતનો મને ગર્વ છે. તેમણે કહ્યું કે આ વખતે મારે મારા જ બધા રેકોર્ડ તોડવા છે, તેમમે કહ્યું કે મારે જ મારા રેકોર્ડ તોડવા છે નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રના રેકોર્ડ મોટા હોવા જોઈએ. આ ચૂંટણી ના ભૂપેન્દ્ર લડે છે ના નરેન્દ્ર લડે છે આ ચૂંટણી તો મારા ગુજરાતના લોકો લડે છે. પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું તે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસ અવિરત ચાલી રહ્યો છે. પ્રત્યેક ગુજરાતના હૈયામાંથી નાદ નિકળે છે આ ગુજરાત મે બનાવ્યું છે પ્રત્યકે ગુજરાતીએ બનાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે દિલ્હી જઈને પણ તમારી પાસેથી જે શિખ્યો છુ સમજ્યો છું તે દેશ માટે ઉપયોગ થાય તેમ કામ કરી રહ્યો છું.

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતના આદિવાસી દીકરીઓનું ભણવાનું બીડું ઉઠાવ્યું. આ સાથે જ પીએમ મોદીએ વલસાડ સાથેના કેટલાક સ્મૃતિઓને યાદ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મારી ABCD જ એ ફોર આદિવાસીથી થાય છે. તેમણે કહ્યું મારે માટે વલસાજ કઈ અજાણ્યુ નથી, હું અહીં જ સાઈકલ લઈ ને ફરતો હતો. તેમણે કહ્યું કે જ્યારે સાંજે જમવા બેસતા ત્યારે લાઈટ જતી હતી હવે ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે.

પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતથી નફરત કરનારા લોકોને ગુજરાતની જનતા ક્યારેય નહીં સ્વીકારે. તેમણે કહ્યું કે ડબલ એન્જીનની સરકાર ગુજરાતના લોકોની આરોગ્ટયની ચિંતા સતત કરી છે. 5 લાખ સુધીનો આરોગ્ય ખર્ચ આવે તો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી આ તમારો દિકરો દિલ્હીમાં બેઠો છે વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતના માછીમારો માટે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વલસાડના કપરાડા તાલુકામાંથી પીએમ મોદી દ્વારા ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવ્યો હતો. તેમજ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તેઓ ભાવનગરના જવાહર મેદાનમાં 552 દીકરીઓનાં સમૂહલગ્ન યોજાઈ રહ્યાં છે તેમાં હાજરી આપશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ એટલે વિકાસનો પર્યાય. તેમણે કહ્યું તમામને નરેન્દ્ર મોદી અને ભાજપ પર વિશ્વાસ છે. આદિવાસીઓ માટે પીએમ મોદીએ ઘણા વિકાસના કામો કર્યા થે. કપરાડમાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી એટલે વિકાસનો પર્યાય. નરેન્દ્ર મોદી અને ભાજપ પર તમામને વિશ્વાસ છે. આદિવાસીઓ માટે મોદીએ ઘણા કામો કર્યા છે.કપરાડામાં શિક્ષણ માટે 4 કરોડના ખર્ચે હોસ્ટેલ બનાવી છે.

Most Popular

To Top