નવી દિલ્હી: (New Delhi) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શનિવારે બ્રિટનના નવા ચૂંટાયેલા વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે વાત કરી હતી. વાટાઘાટોમાં બંને નેતાઓ પરસ્પર ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA)ને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા હતા. એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. મોદીએ સ્ટાર્મરને વડા પ્રધાન બનવા અને ચૂંટણીમાં તેમની લેબર પાર્ટીની નોંધપાત્ર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.
PM નરેન્દ્ર મોદીએ શનિવારે કીર સ્ટાર્મર સાથે ફોન પર વાત કરી અને તેમને બ્રિટનના વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળવા અને લેબર પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. બંને નેતાઓએ ઐતિહાસિક ભારત-યુકે સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. મોદીએ કીરને ભારત આવવા માટે પણ આમંત્રણ આપ્યુ હતુ.
પીએમ મોદી અને બ્રિટિશ વડાપ્રધાન ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરવા સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ તેમને ટૂંક સમયમાં ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બ્રિટનના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરતાં બંને નેતાઓ લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા સંમત થયા હતા. બંને પક્ષો ભવિષ્યમાં સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
ભારત આવવા આમંત્રણ આપ્યું
મોદીએ સ્ટ્રાર્મરને ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું અને બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા એવું નિવેદનમાં જણાવાયું છે. મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે કેરી સ્ટાર્મર સાથે વાત કરીને આનંદ થયો. અમે અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ અને વૈશ્વિક સુખાકારી માટે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અને મજબૂત ભારત-યુકે આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનના સામાજિક-આર્થિક અને રાજકીય વિકાસમાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરતી વખતે બંને નેતાઓ નજીકના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સંમત થયા હતા.