સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરતના અંત્રોલી સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અને એન્જિનિયરો સાથે ચર્ચા કરી હતી અને પ્રગતિ, સમયમર્યાદા તેમજ ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લગભગ 35 મિનિટની મુલાકાત દરમિયાન તેમણે સ્ટેશનના સ્ટ્રક્ચર, પ્લેટફોર્મ એલાઇનમેન્ટ, ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિકલ વર્કની માહિતી મેળવી હતી.
નિર્માણ એજન્સીઓના ઇજનેરોએ વિગતવાર પ્રગતિ અહેવાલ આપ્યો હતો. સ્ટેશન પર નિયમિત કાર્યરત ટ્રેક મશીન ઉપરાંત, પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને NHSRCL દ્વારા એક વધારાનું ટ્રેક ઇન્સ્પેક્શન મશીન લાવવામાં આવ્યું હતું. આ મશીન ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું દેખાય છે અને તેમાં આરામદાયક સીટ્સ, વિશાળ કાચની વિંડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી સુવિધાઓ છે. પીએમ આ મશીનમાં બેસીને ટ્રેક અને સ્ટેશનના બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું.
પીએમએ અનુભવોને રેકોર્ડ કરીને ‘બ્લુ બુક’ તૈયાર કરવાનું સૂચન કર્યુ
પીએમએ અનુભવોને રેકોર્ડ કરીને ‘બ્લુ બુક’ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું, જેથી ભવિષ્યના પ્રોજેક્ટ્સમાં તેની પ્રતિકૃતિ થઈ શકે અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થાય. તેમણે કહ્યું કે, “જિંદગી અહીં જ ખર્ચી નાખીશું, દેશને કંઈક આપીને જઈશું.”
સ્ટેશન પર અધિકારીઓ સાથે કરેલી ચર્ચા આ મુજબ હતી
- તમને શું લાગે છે કે સ્પીડ ઠીક છે? જે સમય નક્કી કર્યો હતો એ પ્રમાણે થઈ રહ્યું છે કે કોઈ મુશ્કેલી આવી રહી છે? : મોદી
- કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી આવી રહી : અધિકારી
- પહેલીવાર ગુજરાત આવ્યા છે અને સેક્શન 2ની નોઇઝ બેરિયર ફેક્ટરીમાં રોબોટિક યુનિટનું કામ જોઈ છે : કેરેલાના અધિકારી
- લીડ એન્જિનિયરિંગ મેનેજર છે અને ડિઝાઇન તથા એન્જિનિયરિંગ કંટ્રોલનું કામ : બેંગ્લોરની મહિલા એન્જિનિયર શ્રુતિ
- ‘ડ્રીમ પ્રોજેક્ટ’ છે મારા પરિવાર માટે આ પ્રાઉડ મુમેન્ટ છે : મહિલા અધિકારી
- જ્યાં સુધી મનમાં એ ભાવ નથી આવતો કે હું દેશ માટે કામ કરી રહ્યો છું, ત્યાં સુધી સાચી સફળતા નથી મળતી. જેમણે પહેલું સ્પેસ સેટેલાઇટ છોડ્યું હશે, તેમને પણ એવું જ લાગ્યું હશે. : મોદી
NHSRCLએ દિવસની 4:34 મિનિટનો એક વીડિયો જાહેર
પીએમના નિરીક્ષણ સમયે NHSRCL અને હાઈ-સ્પીડ રેલ વહીવટ દ્વારા કોઈ તસવીર કે માહિતી બહાર આપવામાં આવી નહોતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સાઇટને સંપૂર્ણપણે ‘મિડિયા-ફ્રી ઝોન’ રાખવામાં આવી હતી. પીએમના પ્રસ્થાન પછી 24 કલાક બાદ NHSRCLએ દિવસની 4:34 મિનિટનો એક વીડિયો જાહેર કરીને વિગતો જાહેર કરી હતી.