પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Modi) તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓને (Police) એક સરખો યૂનિફોર્મ (Uniform) માટેની પોલિસીની સલાહ આપી છે. સાથે પોલીસ સ્ટેશનો માટે પણ એક ઉપાય સૂચવ્યા હતા.જોકે હવે આ નિર્ણયને (Decision) કેટલા વખતમાં અમલમાં લેવામાં આવશે તે તો સમય બતવશે પણ હાલ આ નિર્ણયને લઇને ચર્ચાઓનો દોર શરુ થયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ગુરુવારે ચાલી રહેલી ગૃહમંત્રીઓની ચિંતન શિબિરના સમાપન સમારોહને વર્ચ્યુઅલી ભાગ લીધો હતો.દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ માટે ‘વન નેશન, વન યૂનિફોર્મ’ પોલિસીની સલાહ આપી છે. સાથે પોલીસ સ્ટેશનો માટે પણ એક ઉપાય સૂચવ્યો છે.
સમગ્ર દેશમાં પોલીસની વર્દી એક સમાન હોય
વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓને કહ્યું કે, પોલીસ માટે ‘વન નેશન, વન યૂનિફોર્મ’ માત્ર એક વિચાર છે. હું આને તમારા પર થોપવાનો પ્રયાસ નથી કરી રહ્યો. માત્ર આના પર વિચાર કરો. બની શકે છે તેમાં 5 વર્ષ અથવા 50-100 વર્ષ લાગે, પરંતુ આપણે આ અંગે વિચાર કરવો જોઇએ.
પોલીસ મથકોની બિલ્ડીંગ માટે પણ સુફિયાની સલાહ આપી
પોલીસ સ્ટેશનોની ઉપર 20 માળની બિલ્ડિંગનું નિર્માણ કરો. સુરક્ષા બનાવો, જેથી પોલીસ સ્ટેશન આધુનિક બને અને એના પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક શહેરમાં 20-25 પોલીસ સ્ટેશન હશે, જેમાં સુધારો કરી શકાય છે, જેથી કોઈ પોલીસકર્મી 20-25 કિમી દૂર ઘરે ન જવું પડે. તેમણે એવો વિચાર પણ આપ્યો છે કે આખા દેશમાં પોલીસનો યુનિફોર્મ એક હોવો જોઈએ. અત્યારે દરેક રાજ્યમાં અલગ-અલગ યુનિફોર્મ છે.