National

PM મોદી કાશીમાં 300 ખેડૂતોને આવાસ ભેટ કરશે, સન્માન નિધિનો હપ્તો બહાર પાડશે

18મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશીના ખેડૂતો સાથે માત્ર વાતચીત જ નહીં કરે પરંતુ તેમના દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનો પણ જોશે. આ ઉપરાંત તેઓ લગભગ 300 ખેડૂતોને ઘરની ભેટ પણ આપશે. તેમના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી 21 ખેડૂતોને મળશે.

વડાપ્રદાન મોદીના કાશી કાર્યક્રમ દરમિયાન પીએમ સન્માન નિધિની રકમ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાં મોકલવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને ડિજિટલ કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. વડાપ્રધાન મોદી કેટલાક પ્રગતિશીલ ખેડૂતો સાથે પણ વાત કરશે. ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવતા ઉત્પાદનોના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જે પીએમ મોદી નિહાળશે અને તેની માહિતી મેળવશે.

કૃષિ વિભાગના અધિકારીઓ પણ ખેડૂતોને લગતી યોજનાઓ અંગે ખેડૂતોને મદદ કરશે. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને મોકલી આપવામાં આવી છે. PMO દ્વારા જ તેને આખરી ઓપ આપવામાં આવશે. વહીવટીતંત્રને હજુ સુધી પીએમનો પ્રોટોકોલ મળ્યો નથી. શનિવારે PMના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા SPG આવશે. પીએમના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરશે ત્યારબાદ આ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

Most Popular

To Top