National

વડાપ્રધાન મોદી હવે કારગિલ લદ્દાખના નેતાઓને મળશે, 1 જુલાઈએ બોલાવી બેઠક

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ કેન્દ્ર સરકારે હવે કારગિલ અને લદાખની પાર્ટીઓને મળવાનું નક્કી કર્યું છે. 1 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) કારગિલ અને લદ્દાખના નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે વાત કરશે. કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને આ પહેલ કરી રહી છે. જમ્મુ-કાશ્મીર પર સર્વપક્ષીય બેઠક બોલાવ્યા બાદ અને મહદઅંશે બેઠક સફળ રહ્યા બાદ હવે વડાપ્રદાન મોદી કારગિલ અને લદાખનાં (Kargil and Ladakh) નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે બેઠક કરશે. કેન્દ્ર સરકાર કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યને લઈને નેતાઓના વિચાર જાણશે અને આગળની નીતિ નક્કી કરશે.

જણાવી દઈએ કે (Delhi) જમ્મુ-કાશ્મીરથી (Jammu Kashmir) આર્ટિકલ 370 હટાવ્યાના અંદાજે 2 વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યના 14 પક્ષોના નેતાઓ સાથે PM હાઉસ (PM House) પર બેઠક કરી હતી. આ બેઠક ત્રણ કલાક ચાલી હતી. એમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલા, મહેબૂબા મુફ્તિ જેવા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં સંસદીય કાર્ય મંત્રીએ આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન આપ્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ (PM Modi) સંબોધન કર્યુ હતુ.

બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારીએ કહ્યુ કે, આજે સારા માહોલમાં વાતચીત થી છે. બધાએ વિસ્તારથી પોતાની વાત રાખી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રીએ બધાની વાત સાંભળી છે. પીએમે કહ્યુ કે, ડિલિમિટેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. જણાવી દઈએ કે બેઠકના 3 કલાક પહેલાં અમિત શાહ વડાપ્રધાન મોદીના ઘરે પહોંચ્યા હતા. અહીં મીટિંગના એજન્ડા વિશે ચર્ચા કરવામાં આવી હતી. એ ઉપરાંત પીએમની બેઠક પહેલાં કાશ્મીરના નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી મુખ્યાલયમાં મહત્ત્વની મુલાકાત કરી હતી.

જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે થયેલી બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે વચનબદ્દ છે. દિલ્હીનું અંતર અને દિલનું અંતર ઓછુ થશે. પરિસીમનની પ્રક્રિયા બાદ ચૂંટણી થશે. પ્રધાનમંત્રીએ ભરોસો આપ્યો છે કે અમે જમ્મુ-કાશ્મીરના વિકાસ પર કામ કરીશું. નેતાઓની માંગ પર પ્રધાનમંત્રીએ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો ભરોસો પણ આપ્યો છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ પણ બેઠકમાં સામેલ થયા હતા.

Most Popular

To Top