National

મોદી મંત્રીમંડળમાં શામેલ થવા નેતાઓની દિલ્હી તરફ દોડ

નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ (Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે બુધવારે સાંજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જેને લઈને નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે. કેબિનેટમાં (Cabinet) મંત્રીમંડળમાં બિહારના 2 થી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે. મોટો ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સંભવિત મંત્રીઓને દિલ્હી બોલાવવાનું શરૂ થઈ ગયું છે. હાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની કેબિનેટમાં મંત્રીઓની સંખ્યા 53 છે, જેને વધારીને 81 કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, મોદીએ 2 દિવસ સુધી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના સંગઠન મહામંત્રી બીએલ સંતોષની સાથે કેબિનેટના વિસ્તરણ અંગે બેઠક કરી છે.

કેબિનેટ વિસ્તરણ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ નિશાનો લગાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ વખતે કેબિનેટ વિસ્તાર આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022)ને ધ્યાનમાં રાખીને પણ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રના અનેક બીજેપી (BJP) નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાની શક્યતા છે. આ અંતર્ગત મોટા દલિત ચહેરાને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન આપી શકાય તેવી શક્યતા છે. જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં નાના પક્ષોની ભાગીદારી વધારીને તમામ વર્ગને સંતોષવાનો પ્રયાસ થઈ શકે છે.

મંત્રીમંડળમાં બિહારના બેથી 3 નેતાઓને સામેલ કરવામાં આવી શકે છે. જેમાં ભાજપના સુશીલકુમાર મોદી, જેડીયુમાંથી આરસીપી સિંહ, અને એલજેપીમાંથી પશુપતિ પારસનું નામ આગળ છે. કેબિનેટમાં મધ્ય પ્રદેશથી એક થી બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહનું નામ સામેલ છે. મોદી કેબિનેટમાં મહારાષ્ટ્રથી એક કે બે મંત્રીઓ સામેલ થઈ શકે છે. જેમાં નારાયણ રાણેનું નામ સામેલ છે. 

સંભવિત નેતાઓને દિલ્હી બોલાવવામાં આવી રહ્યા છે. તેમાં મધ્ય પ્રદેશના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે બપોરે દિલ્હી પહોંચી રહ્યા છે. બીજી તરફ, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ મંગળવારે ત્રણ વાગ્યા સુધીમાં રાજધાની પહોંચશે. બીજી તરફ, મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા નારાયણ રાણે પણ આજે બપોરે દિલ્હી પહોંચશે. સેન્ટ્રલ કેબિનેટમાં સામેલ થવાની ડિમાન્ડ કરી રહેલી ભાજપની સહોગી અપના પાર્ટી (એસ)ની રાષ્ટ્રીય અધ્યક્ષ અનુપ્રિયા પટેલને પણ બોલાવવામાં આવ્યા છે.

મહાકાલના દર્શન કરતા જ સિંધિયાને દિલ્હીથી આવ્યો ફોન

રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી કેબિનેટમાં સ્થાન મળવાનું લગભગ નક્કી થઇ ગયું છે. સિંધિયાએ મંગળવારે સવારે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કર્યા હતા. તેઓ જેવા જ મંદિરની બહાર નીકળ્યા, ભાજપ હાઇકમાન્ડનો ફોન આવતા તેમણે દિલ્હીનું તેડું મળ્યું છે. જેથી તેઓ દિલ્હી તરફ રવાના થયા છે.

Most Popular

To Top