Gujarat

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું માતા, બહેન, પીડિતોની મદદ કરવા માટે આશા જાગશે તો યુનિફોર્મની તાકાત વધશે..

ગાંધીનગર: ગુજરાતની (Gujarat) બે દિવસ માટેની મુલાકાતે આવ્યા છે. ગાંધીનગરમાં (Gandhi nagar) રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi), સીએમ ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ (C R Patil) સાથે અલગ અલગ મુલાકાત કરી હતી. મોદીએ વિધાનસભાની ચૂંટણીના મામલે તૈયારી શરૂ કરી દેવા રણનીતિ અંગે પણ ચર્ચા કરી હતી. પ્રદેશ ભાજપના અધ્યક્ષ પાટીલે મિશન ગુજરાત માટે 182 બેઠકોનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પીએમ મોદી માતા હીરાબાને પણ મળીને આશીર્વાદ મેળવે તેવી સંભાવના છે. પીએમ મોદી આજે દહેગામથી ભવ્ય રોડ શો પૂર્ણ કરી  રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું લોકાર્પણ કર્યું અને પીએમ મોદીનો હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

દહેગામ પીએમ મોદીના રોડ શો માટે માટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ સમગ્ર રોડ શોમાં એક ગુજરાતી ગીત આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. રોજ શો દરમિયાન ગુજરાતી ગાયક વિજય સુંવાળાએ ગાયેલુ ‘પીએમ મળે તો મોદી સાહેબ જેવા મળે….’ ગીતથી લોકોમાં જુસ્સો આવ્યો હતો. સાથે જ ગીતના તાલે લોકોએ નમો નમોના નારા લગાવ્યા હતા.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું લોકાર્પણ બાદ પદવીદાન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. જ્યાં આ કાર્યક્રમમાં કુલ 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આપવામાં આવી. જેમાંથી 13 વિદ્યાર્થીઓને માનદ ડૉક્ટરેટની પદવી, 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન બાદ પીએમ મોદીએ વિદ્યાર્થીઓનું સંબાધન કર્યું હતું અને કહ્યું હતું એક વાર યુનિફોર્મ પહેરી લીધો તો દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જશે , જ્યારે બહેનો-માતા અને દલિત-પીડિતો માટે કઈ કરવાની આશા જાગશે ત્યારે યુનિફોર્મની તાકાત વધશે. વધુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે આજે પદવીદાનમાં દીકરીઓની સંખ્યા વધુ છે, જેમ રક્ષા ક્ષેત્ર દીકરીઓનુ સ્થાન બની રહ્યુ છે. સેના, એનસીસી કેડેટમાં પણ મોટા પદ પર દીકરીઓ આવી રહી છે. તેથી સૈનિક સ્કૂલમાં દીકરીઓના પ્રવેશનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે આ પોલીસ યુનિવર્સિટી નથી પરંતુ આ એક રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે. જે સંપૂરણ મેનપાવર તૈયાર કરતી યુનિવર્સિટી છે. મને વિશ્વાસ છે કે અહીં નવી ઉર્જા આવશે. પીએમ મોદીએ બે ઘટનાઓ યાદ કરતા કહ્યું કે આજથી 50 વર્ષ પહેલા મહાજન લોકોએ નક્કી કર્યું કે રાજ્યમાં ફાર્મસી કોલેજ હોવી જાઇએ, અને એક નાનાકડી કોલેજ બની જે આજે ગુજરાત ફાર્મા બિઝનેસમાં લીડ કરે છે.. ભારત ફાર્માનું હબ બનવાનુ કામ ગુજરાતની નાનકડી કોલેજથી થયુ. આઈઆઈએમ અમદાવાદ બન્યું ત્યારે લોકો વિચારતા હતા અને તેણે દુનિયાના ટોપ સીઈઓ આપ્યા. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી દુર્ભાગ્યપૂર્ણ  પોલીસની છબી ખરાબ રીતે ઉભી કરવામાં આવી છે પરંતુ આપણે જોયું એમ કોરના કાળ દરમિયાન પોલીસ ભૂખ્યાને ભોજન આપી રહી છે. દરેક લોકો પોતાનુ જીવન સારી રીતે જીવી શકે, તે માટે ટ્રેઈન્ડ મેનપાવરની જરૂર છે. 

વધુમા તેમણે જણાવ્યુ કે, આજનો દિવસ મારા માટે યાદગાર રહેશે. તેમણે મેનપાવરની વાત કરતા કહ્યું કે ભારતને મેનપાવરની જરૂર છે. ભારતમાં આવા મેનપાવરને સુરક્ષા ક્ષેત્રમાં તૈયાર કરવાની જરૂર છે, જેથી સામાન્ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસની અનુભવતા કરે. દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદીએ પહેલા પોલીસનં આધુનિકરમ કર્યું, અને બાદમાં રક્ષા યુનિવર્સિટી બનાવી. આ યુનિવર્સિટી થકી તેમણે દેશભરમાં એક મોડલરૂપ તૈયાર કર્યું છે. તેથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હવે પોતાનો વ્યાપ વધારી રહી છે. લો એન્ડ ઓર્ડરના લેવલે કામ કરનારા લોકોને પહેલેથી જ પ્રોફેશનલી તૈયાર કરે છે. તેઓને કર્મયોગી બનાવવા સારુ ઈન્ફ્રાસ્ટ્રાક્ચર પુરૂ પાડે છે.

Most Popular

To Top