SURAT

વિકાસની દોડમાં સુરતે અન્ય શહેરોને પછાડી દીધા છે: વડાપ્રધાન મોદી

સુરત(Surat): વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે આવ્યા છે. તેઓ સુરતવાસીઓને વિવિધ વિકાસનાં કાર્યોની ભેટ આપી હતી. તેમજ તેઓએ રોડ શો કરી લીંબાયતમાં સભાને સંબોધી હતી. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નિલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર હજારોની સંખ્યામાં જનમેદની વચ્ચે તેઓનો મેગા રોડ શો યોજાયો હતો

પી.એમ મોદીનું સંબોધન

  • કેન્દ્ર સરકારે પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરી આપી દીધી છે: નરેન્દ્ર મોદી
  • પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરીથી આધુનિક હાઈ સ્પીડ લૂમ્સનું પ્રદુષણ ઘટશે: વડાપ્રધાન
  • સુરતથી ફેરી સર્વિસની સંખ્યા વધારાશે, કાયમી ટર્મિનલ બનતા હજીરાથી નવી ફેરી સર્વિસના રુટ મળશે: નરેન્દ્ર મોદી
  • સુરતના કાપડના વેપારીઓનો માલ વારાણસી,બનારસ પહોંચાડવા સુરતથી ડાયરેકટ ટ્રેન દોડશે: પી.એમ મોદી
  • ઇ વેહિકલ માટે 40 ચારજિંગ સ્ટેશન ખુલ્યા હજી 500 સ્ટેશન ખુલશે: પી.એમ મોદી
  • સુરત એરપોર્ટથી નવી ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી માટે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટિપ્પણી કરવાનું ટાળ્યું

સુરત ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે
સુરત હવે ઇલેક્ટ્રાક ગાડીના વપરાશ માટે પણ ઓળખીતું થશે. આજે 25 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે. આગામી દિવસોમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે આ ખૂબ મોટી વાત છે. સુરતને હું અભિનંદન પાઠવું છું. ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઈલેક્ટ્રીક વ્હિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

વિકાસની દોડમાં સુરતે અન્ય શહેરોને પછાડી દીધા : પી.એમ મોદી
સુરતે ઉદાહરણ રૂપ પ્રગતિ કરી છે ભારતમાં સુરત જેવા અનેક શહેરો છે પરંતુ સુરત એ બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં છે. આ ગુજરાતની શક્તિને આંચ ન આવે. ગુજરાતની વિકાસયાત્રાને કોઈ ઉણપ ન રહે એના માટે કોટી કોટી ગુજરાતીઓ સંકલ્પબદ્ધ છે.

સુરત શ્રમનું સન્માન કરનાર શહેર
સુરત શ્રમનું સન્માન કરનાર શહેર છે. વિકાસની દોડમાં જે પાછળ રહી જાય છે તેને હાથ પકડી આગળ લઈ જાય છે. છેલ્લા 20 વર્ષમાં સુરતે અન્ય શહેરની સામે વધુ પ્રગતિ કરી છે. સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સ્થાન મળ્યું છે. વડાપ્રધાન મોદીએ સુરતના ભરપેટ વખાણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આમ તો દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. પરંતુ સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહણ બન્યું છે. દુનિયાના વિકસતા સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે. કેન્દ્ર સરકારે પાવરલૂમ મેગા ક્લસ્ટર પ્રોજેકટની મંજૂરી આપી દીધી છે.

સુરતમાં વડાપ્રધાન મોદીનું સંબોધન શરુ
વડાપ્રધાન મોદીએ સુરતવાસીઓને નવરાત્રીની શુભકામના પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સુરત આવવું સૈભાગ્યની વાત છે. પણ સુરતમાં આવું અને જમણ વિના જવું એ થોડી અઘરું છે. એમ કહી સુરતનાં જમણને યાદ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, સુરત એક મીની ઇન્ડિયા છે. કારણ કે ભારતના દરેક વિસ્તારના લોકો સુરતમાં રહે છે. સુરતે દેશના અન્ય શહેરોની સરખામણીમાં વિશાળ વિકાસ કર્યો છે. સુરતની ધરતી પર મોટા પાયે થયેલા પ્રકલ્પોના લોકાર્પણનો હિસ્સો બની.

પી.એમ મોદીની સુરતવાસીઓને કરોડોનાં વિકાસ કાર્યોની ભેટ
વડાપ્રધાન મોદીએ શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. લિંબાયત ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં SMC, ડ્રીમ સિટી તથા કેન્દ્ર તથા રાજ્ય સરકારના કુલ ₹3400 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી સભા સ્થળ પર પહોંચ્યા
વડાપ્રધાન મોદી સભા સ્થળ પર પહોંચી ગયા છે. તેઓનું મુખ્યમંત્રી તેમજ સી.આર પાટીલે તેઓનું સ્વાગત કર્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, મેયર હેમાલીબેન બોઘાવાલા તેમજ ધારાસભ્ય સંગીતાબેને વડાપ્રધાન મોદીને માં જગદંબાની પ્રતિમા આપી સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનનો ભવ્ય રોડ શો
વડાપ્રધાન મોદીનો સુરતમાં રોડ શો શરૂ થઈ ચૂક્યો છે વડાપ્રધાને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે પ્રધાનમંત્રી ગાડીમાં બેસી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો છે. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વધાવશે. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે.

મોદી-મોદીનાં નારા લાગ્યા
વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં સવાર થઇને સભા સ્થળ પર ગ્રાન્ડ એન્ટ્રી થઇ હતી. લોકો મોદી-મોદીનાં નારા સાથે તેઓને આવકાર્યા હતા. પી.એમ મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડા પ્રધાન મોદી સભા સ્થળ પર પહોંચી ગયા છે. તેઓની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ હાજર છે.

વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ પર પહોંચી ગયા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ તેમજ રાજ્ય પાલ આચાર્ય દેવ વ્રતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલીપેડ પર પહોંચી ગયા છે.

વડાપ્રધાન મોદીને આવકારવા લોકો આતુર
વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે. તેઓ ગોડાદરા વિસ્તારમાં રોડ શો કરશે. જેના પગલે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રસ્તા પર લોકોની ભીડ જામી છે. તેમજ વિવિધ સમાજના લોકો એક સરખા ડ્રેસ કોડ સાથે છત્રી લઇને પી.એમ મોદીને આવકારવા પહોંચી ગયા છે. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વધાવશે.

રોડ શોનો રૂટ ભગવા રંગથી શણગારાયો
વડા પ્રધાન મોદી સભા સ્થળ સુધો રોડ શો યોજી પહોંચશે. જેથી રોડ શોનાં રૂટને ભગવા રંગથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકો પણ વડાપ્રધાન મોદીને આવકારવા માટે હાથમાં બેનર સાથે લોકો રોડ શોના રૂટ પર ભેગા થયા છે. મહિલાઓ પણ માથે સાફો બાંધીને જોડાઈ છે.

Most Popular

To Top