ગુજરાત પર તૌકતે વાવાઝોડુ ત્રાટકયા બાદ તેના કારણે ભારે નુકસાન પણ થવા પામ્યુ છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં કેરી અને નાળિયેરી પકવતાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યુ છે , આ ઉપરાંત ૧૩ લોકોએ જાન ગૂમાવ્યો છે ત્યારે , સમગ્ર સ્થિતિની જાત માહિતી મેળવવા આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહયા છે.
આવતીકાલે મોદી હવાઈ માર્ગે ભાવનગર આવશે , એટલું જ નહીં અમરેલી , ગીર સોમનાથ , અને ભાવનગર જિલ્લાના વાવાજોડાથી અસર પામેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.તે પછી મોદી અમદાવાદ આવશે અને રાજયના સીએમ વિજય રૂપાણી તેમજ સીનીયર સચિવો સાથે બેઠક કરીને નુકસાનીની વિગતો મેળવશે , બેઠક બાદ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.