National

PM મોદી એક્શન મોડમાં: 10 દિવસમાં તેલંગાણા, તમિલનાડુ બિહાર સહિત 12 રાજ્યોની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદી (PM Modi) આગામી 10 દિવસમાં 12 રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી આ રાજ્યોમાં હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ (Projects) ગિફ્ટ કરશે. વડાપ્રધાન જોરશોરથી જનસંપર્ક પણ કરશે. પીએમ મોદી આગામી 10 દિવસમાં તેલંગાણા-તમિલનાડુ સહિત 12 રાજ્યોમાં (States) અનેક જાહેરસભાઓને સંબોધિત કરશે.

કેન્દ્રીય ચૂંટણી પંચ કોઈપણ સમયે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થઈ જશે. ચૂંટણીનું બ્યુગલ વાગે તે પહેલા પીએમ મોદી આગામી 10 દિવસમાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેશે. અહેવાલો અનુસાર પીએમ મોદી 29 કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. વડાપ્રધાનના ભાવિ કાર્યક્રમો અંગે અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, આસામ, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનની મુલાકાત લેશે. પીએમ મોદી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

આગામી 10 દિવસમાં 12 રાજ્યોની મુલાકાત; પીએમ મોદી 29 કાર્યક્રમોમાં જશે
સોમવારે પીએમ મોદી તેલંગાણાના આદિલાબાદમાં અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વડાપ્રધાન આદિલાબાદમાં એક જનસભાને પણ સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી 5 માર્ચે તેલંગાણાના સાંગારેડ્ડીમાં અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ પણ કરશે. તેલંગાણા બાદ વડાપ્રધાન તમિલનાડુના કલ્પક્કમમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની મુલાકાત લેશે. પીએમ ચેન્નાઈમાં એક રેલીને પણ સંબોધિત કરશે.

આ પછી ઓડિશાના પ્રવાસે જવાનો પ્લાન છે. હજારો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ ગિફ્ટ કર્યા બાદ પીએમ મોદી એક કાર્યક્રમને પણ સંબોધિત કરશે. પીએમ મોદી ઓડિશાના ચંદીખોલમાં જનસભાને પણ સંબોધિત કરશે. ઓડિશા બાદ વડાપ્રધાન પશ્ચિમ બંગાળના પ્રવાસે રવાના થશે. 6 માર્ચે પીએમ મોદી કોલકાતામાં વિકાસ પરિયોજનાઓનું અનાવરણ કરશે. બારાસતમાં જનસભાને સંબોધવાનું આયોજન છે. અધિકારીઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ બાદ પીએમ મોદી બિહાર જશે. પીએમ મોદી બેતિયામાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.

પીએમ મોદી ગુજરાત અને રાજસ્થાનની પણ મુલાકાત લેશે
12 માર્ચે પીએમ મોદી ગુજરાતના સાબરમતી અને રાજસ્થાનના પોખરણની મુલાકાત લેશે. 13 માર્ચના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત અને આસામમાં ત્રણ મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનું આયોજન છે. સમાજના વંચિત વર્ગનો સંપર્ક કરવા માટે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આઉટરીચ પ્રોગ્રામમાં પણ ભાગ લેશે.

Most Popular

To Top