Gujarat

PM મોદીએ બેટ દ્વારકામાં કરી પૂજા-અર્ચના, સુદર્શન સેતુનું કર્યું લોકાર્પણ, દ્વારકાના દરિયામાં કર્યુ સ્કૂબા ડાઇવ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બે દિવસીય ગુજરાતના (Gujarat) પ્રવાસે છે. તેઓ આજે ગુજરાતમાં કરોડોની ભેટ આપવાના છે. ત્યારે તેમના દિવસની શરુઆતમાં સવારે બેટ દ્વારકામાં (Dwarka) ભગવાન કૃષ્ણના મુખ્ય મંદિરમાં દર્શન કરીને કરી હતી. ત્યારે બાદ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુ બ્રિજનું લોકાર્પણ કર્યુ હતુ. પીએમ મોદીએ આજે દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ હતું. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન બાદ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. તેમણે લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કુબા ડાઇવ કર્યુ હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે બેટ દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા હતા. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. અહીંથી તેઓ રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓએ અહીં જાહેરસભાને સંબોધન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા દ્વારકાના જગત મંદિરમાં પહોંચ્યા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા બાદ ચાલતા ચાલતા સુદામા બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ પંચકુઇ બીચ પહોંચ્યા હતા. અહીં તેમણે સ્કુબા ડાઈવ કર્યું હતું.

દેશના સૌથી મોટા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું લોકાર્પણ
જણાવી દઈએ કે વડાપ્રધાનના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂ. 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પહેલાં દેશનાં સૌથી મોટા પુલ તરીકે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  900 કરોડનાં ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો હતો. પરંતું હવેથી અંદાજીત અઢી કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા સરળતાથી બેટ દ્વારકા પહોંચી શકાશે. જણાવી દઈએ કે 2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ 51 સ્ટ્રેટ બ્રિજ છે. જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છનાં અખાતમાં જોડે છે. બ્રિજનાં ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સિમા ચિહ્ન મળ્યું છે. એટલું જ નહી દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આ બ્રિજ આકર્ષણનું કેન્દ્ર બનશે.  

પીએમ મોદીનો રાજકોટમાં રોડ શો
જણાવી દઈએ કે ડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાત પણ લેશે. PMનો આજે રાજકોટમાં રોડ શો થશે. સાથે તેઓ જનસભાને સંબોધશે અને રાજકોટમાં જ રાત્રિરોકાણ કરશે. મોદીના આગમનને પગલે રાજકોટમાં 4000 જેટલા પોલીસ જવાનોનો સાથે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પીએમ મોદી રાજકોટ સહિત સમગ્ર ગુજરાત માટે 48000 કરોડના વિકાસકામોની ભેટ આપશે. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, મુંદ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન, સિક્સલેન હાઇવે સહિતના 25500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 એઇમ્સ, ભાવનગરમાં બે હાઇવે, ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કિમ, આરોગ્યલક્ષી વિવિધ પ્રોજેક્ટો સહિત રૂ.22500 કરોડ પ્રોજેક્ટના લોકાર્પણનો સમાવેશ થાય છે.

Most Popular

To Top