દ્વારકાઃ (Dwarka) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુજરાતના દ્વારકામાં સમુદ્રમાં ઊંડા પાણીમાં જઈ ભગવાન કૃષ્ણની નગરીના (Krishna Nagri) દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે આ એક દૈવી અનુભવ હતો. મોદીએ બેટ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશની પૂજા પણ કરી હતી. આ પછી તેમણે ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેમણે વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. PMએ દ્વારકાના લોકોને 52 કરોડ રૂપિયાની ભેટ આપી. આ દરમિયાન જનતાને સંબોધતા પીએમએ કહ્યું કે મને દેવકાજનું સૌભાગ્ય મળ્યું છે. હું દરિયામાં ગયો અને દ્વારકા જી ના દર્શન કર્યા. દ્વારકાધીશની દિવ્યતા અનુભવી. હું ભાવવિભોર છું. દાયકાઓ સુધી જે સપનું જોયું હોય અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્ષ કરીને પૂર્ણ થયું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. તેમણે આજે એટલેકે રવિવારે બેટ દ્વારકા મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. ત્યાંથી વડાપ્રધાન દ્વારકાધીશ મંદિર પહોંચ્યા હતા જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગ કર્યું હતું અને પ્રાચીન દ્વારકા નગરીના દર્શન કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી દ્વારકામાં જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. અહીં તેમનું સોનાનો મુગટ પહેરાવીને સ્વાગત કરાયું હતું.
જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દ્વારકામાં મેં ઊંડા દરિયામાં જઈને પ્રાચીન દ્વારકાજીના દર્શન કર્યા. પુરાતત્વના જાણકારોએ દરિયામાં સમાયેલી દ્વારકા અંગે ઘણું બધુ લખ્યું છે. કહેવામાં આવે છે કે ભગવાન વિશ્વમકર્માએ ખુદ આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું મન ખુબ ગદગદ છે. હું ભાવવિભોર છું. દાયકાઓ સુધી જે સપનું જોયું હોય અને આજે આ પવિત્ર ભૂમિને સ્પર્ષ કરીને પૂર્ણ થયું. તમે કલ્પના કરી શકો છો કે મારી અંદર કેટલો આનંદ હશે.’
પીએમ મોદીએ આ સમયગાળાના ફોટા તેમના સત્તાવાર એક્સ હેન્ડ પર પોસ્ટ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણની નગરીની ભવ્યતા અને સમૃદ્ધિના વખાણ કરતા લખ્યું કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવાની અનુભૂતિ ખૂબજ દિવ્ય હતું. મને ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાણનો અનુભવ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણા બધાને આશીર્વાદ આપે.