National

જીન્સ, મોબાઈલ વાળી નહી પરંતુ 40-50 વર્ષની મહિલાઓ મોદીથી પ્રભાવિત થાય છે- દિગ્વિજય સિંહ

ભોપાલ: (Bhopal) કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું (Digvijay Singh) એક વિવાદિત નિવેદન સામે આવ્યુ છે. દિગ્વિજય સિંહે ભોપાલમાં જન જાગરણ શિબિરને સંબોધતી વખતે મોદી વિશે એક નિવેદન આપ્યું હતું. જે અંગેનો દિગ્વિજય સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તે કહી રહ્યા છે કે કઈ ઉંમરની મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી (PM Modi) વધુ પ્રભાવિત છે અને કઈ ઉંમરની છોકરીઓ પીએમ મોદીથી પ્રભાવિત નથી. વીડિયો વાયરલ થયા બાદ દિગ્વિજય સિંહ વિરૂદ્ધ ભાજપની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ભોપાલમાં જન જાગરણ શિબિરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે જીન્સ પહેરતી અને મોબાઈલનો ઉપયોગ કરતી છોકરીઓ નહીં પરંતુ 40-50 વર્ષની મહિલાઓ જ પીએમ મોદીથી પ્રભાવિત થાય છે. વાયરલ વીડિયોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા દિગ્વિજય સિંહ કહી રહ્યા છે કે પ્રિયંકા ગાંધીએ એક ખૂબ જ રસપ્રદ વાત કહી હતી જે અમારા મગજમાં ક્યારેય આવી નથી. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે 40 થી 50 વર્ષની મહિલાઓ મોદીથી થોડી વધુ પ્રભાવિત છે, પરંતુ જે છોકરીઓ જીન્સ પહેરે છે અને મોબાઈલ રાખે છે તે પ્રભાવિત નથી થતી. આ અંગે ચર્ચા કરવાની જરૂર છે.

દિગ્વિજયના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા

પીએમ મોદી પર દિગ્વિજય સિંહના વિવાદિત નિવેદન પર ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યું કે દિગ્વિજયે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. તે સ્ત્રીઓ વિશે આ નીચલી કક્ષાની વિચારસરણી ધરાવે છે. કોંગ્રસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે હું સોનિયા ગાંધીને પૂછું છું કે આવી વ્યક્તિને પાર્ટીમાં કેમ રાખવામાં આવે છે? આ એ જ દિગ્વિજય સિંહ છે જેમણે કોંગ્રેસના સાંસદ રહી ચૂકેલા મીનાક્ષી નટરાજન માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. મહિલાઓ આદરણીય અને પૂજનીય હોય છે, તેમના નામ પર રાજનીતિ કરવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દિગ્વિજય સિંહે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે વિનાયક દામોદર સાવરકરે ગાય પૂજાનું સમર્થન કર્યું ન હતું. તેમણે કહ્યું કે સાવરકરે તેમના એક પુસ્તકમાં કહ્યું છે કે ગાયનું માસ ખાવામાં કંઈ ખોટું નથી. દિગ્વિજય સિંહે દાવો કર્યો હતો કે તેમના પુસ્તકમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે હિંદુ ધર્મને હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું કે આ એ જ સાવરકર છે જે આજકાલ ભાજપ અને સંઘની વિશેષ વિચારધારા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અમારી લડાઈ આરએસએસ સાથે છે. તેની વિચારધારા સાથે, જે સમગ્ર દેશને વિભાજીત કરવામાં વ્યસ્ત છે.

Most Popular

To Top