National

ડિજિટલ ઈન્ડિયાથી કરોડો રૂપિયા વચેટિયાના હાથમાં જતાં બચ્યાં: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: પીએમ(Pm) નરેન્દ્ર મોદી(Narendra Modi) એકવાર ફરીથી ગુજરાત(Gujarat)ની મુલાકાત લીધી છે. આજે બપોર પછી પીએમ મોદી અમદાવાદ(Ahmedabad) આવી પહોચ્યા હતા. અહીં તેઓ સીધા ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે આવી પહોચ્યા હતા એટલું જ નહીં ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડ’ થીમ પર આધારિત ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022′(Digital India Week 2022)નો ગાંધીનગરથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પીએમ મોદીએ મહાત્મા મંદિર ખાતે વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

  • ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ કાર્યક્રમ દ્વારા વિવિધ ડિજિટલ પહેલ
  • ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન મોદીના હસ્તે આરંભ

પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel), કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ(Ashwini Vaishnav) અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર(Rajiv Chandrasekhar)ની પણ ઉપસ્થિત રહયા હતા. ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ'(India Stack Global), ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાન મોદીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

રૂ. 2 લાખ 23 હજાર કરોડ વચેટિયાના હાથમાં જતાં બચ્યાં: પી.એમ મોદી
પીએમ મોદીએ કહયું હતું કે આજે જનધન, આધાર અને મોબાઈલ એટલે કે JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. ડિજિટલ ઈન્ડિયાથી 23 લાખ કરોડ રૂપિયા લાભાર્થીને મળ્યાં છે. જયારે રૂ. 2 લાખ 23 હજાર કરોડ વચેટિયાના હાથમાં જતાં બચ્યાં પણ છે. મોદીએ કહયું હતું કે ટેકનોલોજીનો સદઉપયોગ પૂરી માનવતા માટે એક ક્રાન્તિકારી પગલુ ઘણી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ ભારતે આખા વિશ્વને પૂરૂ પાડયુ છે. મને ખુશી એ વાતની છે કે આઠ વર્ષ પહેલા ભારતમાં શરૂ થયેલુ આ અભિયાનનો હવે બદલતા સમયની સાથે વિસ્તાર થઈ રહયો છે. સમયની સાથે દેશ આધુનિક ટેકનોલોજી ઉપયોગ નથી કરી શકતો, સમય તેને પાછળ છોડીને આગળ નીકળી જાય છે. ત્રીજી પછી ચોથી ઔદ્યોગિક ક્રાન્તિના સમયે ભારત હવે આખી દુનિયાને માર્ગ બતાવી રહયો છે. 8થી 10 વર્ષ પહેલા જન્મનો દાખલો જોઈતો હોય, બિલ ચૂકવવા માટે પરિણામ તથા સર્ટિફિકેટ લેવા માટે લાઈનો જોવા મળતી હતી. આજે સીધા લાભાર્થીના એકાઉન્ટમાં નાણાં જમા થઈ રહયા છે. આ ટેકનોલોજીના કારણે 23 લાખ કરોડ સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં જમા થયા છે. જયારે 2 લાખ 23 હજાર કરોડની રકમ વચેટિયાઓના હાથમાં જતી બચી જવા પામી છે.

8 વર્ષોમાં ભારતની આર્થિક શકિત્તમાં વધારો થયો: પી.એમ મોદી
વડાપ્રધાન મોદીએ કહયું હતું કે પાછલા 8 વર્ષોમાં ભારતની આર્થિક શકિત્તમાં વધારો થયો છે. જેના કારણે આપણે કોરોના જેવી વૈશ્વિક મહામારીનો મક્કમતાથી સામનો પણ કરી શકયા છીયે. કેન્દ્ર સરકારે કરોડો મહિલાઓ, ખેડૂતો, શ્રમીકોના બેન્ક એકાઉન્ટમાં એક કલીક કરીને હજ્જારો કરોડ રૂપિયા ટ્રાન્શફર કરી દીધા છે. વન નેશન – વન રાશન કાર્ડની મદદ વડે 80 કરોડ દેશવાસીઓને ફ્રી રાશન પૂરૂ પાડયુ છે. દુનિયા સૌથી અસરકારક કોવીડ વેકિસન તથા કોવીડ રાહત કાર્યક્રમ અસરકારક રીતે અમલમાં મૂકયો છે.

સ્પેસ કોમર્સ તથા ડ્રોન નીતિ ક્ષેત્રમાં ભારતની નવી છલાંગ : પી.એમ મોદી
વડાપ્રધાન મોદી જણાવ્યું હતું કે ફિન ટેક( ફાયન્સીયલ ટેકનોલોજી)નો ઉપયોગ લોકો માટે , લોકો થકી અને લોકો દ્વારા અમલ થાય તે સાચુ સમાધાન છે. આ ટેકનોલોજીએ લોકોના જીવન વ્યવહારને સરળ બનાવી દીધો છે. ભારતે સ્પેસ , મૈપિંગ , ડ્રોન , ગેમિંગ , એનીમેસન સહિતની ભવિષ્યની ટેકનોલોજી માટે દરવાજા ખોલ્યા છે. સ્પેસ કોમર્સ તથા ડ્રોન નીતિ જેવા બે ક્ષેત્રમાં આગામી દસકામાં ભારતને એક નવી છલાંગ લગાવવાની તક પડેલી છે. આગામી ત્રણથી ચાર વર્ષની અંદર ભારત પોતાના ઈલેકટ્રોનીકસ ઉત્પાદનનોને 30 હજાર કરોડને પાર કરી જવાના લક્ષ્ય પર કામ કરી રહયો છે. ભારત હવે ચીપ્સ ટેકરમાંથી ચીપ્સ મેકર બનવાની દિશામાં આગળ વધી રહયો છે. આ ઉપરાંત ભારતમાં સેમી કન્ડકટરનું ઉત્પાદન વધારવા માટે નવુ રોકાણ પણ આવી રહયુ છે.

પીએમ મોદીની ગુજરાતની ટૂંકી મુલાકાત
ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી હવે સતત ગુજરાત આવી રહયા છે. ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ કાર્યક્રમ આમ તો દિલ્હીમાં યોજાનાર હતો , જો કે તે ગાંધીનગરમા મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. આ ટૂંકી મુલાકાત દરમ્યાન પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાથે કેટલીક વાતચીત કરી હતી.

Most Popular

To Top