Dakshin Gujarat

નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ગુજરાતમાં નવસારી અને જંબુસરમાં સભા સંબોધશે

નવસારી, ભરૂચ : આજે 21મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) ચૂંટણી (Election) પ્રચાર-પ્રસાર અર્થે નવસારી-ગણદેવી રોડ પર સેવન ઈલેવન પેટ્રોલપંપ પાછળ સાંઈ ગરબા ગ્રાઉન્ડમાં જાહેરસભાના કાર્યક્રમમાં આવનાર છે. જેથી નવસારીમાં કેટલાક રસ્તાઓ પર અવર-જવર કરવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે. જેમાં વલસાડથી (Valsad) સુરત જતા નેશનલ હાઇવેની (National High Way) બાજુમાં આવેલા સર્વિસ રોડ ઉપર નિરાલી હોસ્પિટલથી ગણેશ-સિસોદ્રા ત્રણ રસ્તા-ઇટાળવા ત્રણ રસ્તા-તિઘરા ત્રણ રસ્તા સુધી રોડની બંને તરફ આવવા-જવા પર પ્રતિબંધ (Ban) ફરમાવ્યો છે. તો વડા પ્રધાન આજે ભરૂચ જિલ્લામાં જંબુસરમાં પણ જાહેર સભાને સંબોધશે.

જોકે તંત્રએ વૈકલ્પિક રસ્તાની સુવિધા કરી છે. જેમાં એરૂ ચાર રસ્તાથી વલસાડ તરફ જવા માટે એરૂ ચાર રસ્તાથી અમલસાડ થઇ ગણદેવી અથવા બીલીમોરા થઇ ચીખલી નેશનલ હાઇવે નં. 48 થઇ વલસાડ તરફ, એરૂ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન-જલાલપોર ફાટક-ફુવારા-જુનાથાણા-વિવેકાનંદ સર્કલ-ગ્રીડ થઇ ને.હા. નં. 48 થઇ વલસાડ તરફ જઈ શકાશે. એરૂ ચાર રસ્તાથી સુરત તરફ જવા માટે એરૂ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન-જલાલપોર ફાટક ફુવારા-જુનાથાણા-વિવેકાનંદ સર્કલ-ગ્રીડ થઇ ને.હા.નં. 48 થઈ સુરત તરફ જઈ શકાશે.

ગણેશ સિસોદ્રાથી સર્વિસ રોડ ઉપર નિરાલી હોસ્પિટલ કે નવસારી તરફ જનાર વાહનો માટે ગણેશ સિસોદ્રાથી ને.હા.નં. થઇ ગ્રીડ પાસે હોટલ ફનસીટી પાસેથી સર્વિસ રોડ પરથી નિરાલી હોસ્પિટલ કે નવસારી તરફ જઈ શકાશે. જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે સોમવારે બપોરે બે કલાકે જંબુસરમાં જાહેર સભા યોજાવાની છે જાહેર સભામાં કોઈ અનિચ્છય બનાવ ન બને અને તકેદારીના ભાગરૂપે રવિવારે જંબુસર શહેરમાં બીએસએફના જવાનો દ્વારા ફૂટમાર્ચ કરવાં આવ્યું હતું.


ગુજરાત ભરમાં ચૂંટણીને લઇ વિવિધ પક્ષો દ્વારા સભા સરઘસ અને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં એક જ મહિનામાં બીજી વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંબુસર ના કલક નજીક જનમેદનીને સંબોધન કરવાના છે જેની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.અને જ્યારે વડા પ્રધાન જંબુસર તાલુકામાં આવનાર હોય સુરક્ષા અને કોઈ અનિચ્છા બનાવો ન બને તે માટે બીએસએફના જવાનો શસ્ત્રથી સજ્જ થઈ રવિવારે જંબુસરના ટંકારી ભાગોળ,એસટી ડેપો સહિતના વિસ્તારોમાં ફૂટમાર્ચ કર્યું હતું.

Most Popular

To Top