Business

સાબુ બનાવતી આ કંપની બની રહી હતી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે આડખીલી સમાન

નવી દિલ્હી : ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Modi) ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન (Bullet Train) બનવનું કાર્ય પણ ચાલી રહ્યું છે. આખો દેશ આ પરિયોજના ક્યારે સાકાર થાય તેની રાહ પણ જોઈ રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટ (Project) ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો હોઈ ત્યારે મહ્ત્વના ગણાતા આ પ્રોજેક્ટને આડે મશહૂર કંપની આડે આવી રહી છે. આ કંપની ગોદરેજ છે. મુંબઈ-અમદવાદ (Mumbai-Ahmedabad) બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રસ્તામાં ગોદરેજ ગ્રુપ (Godrej Group) આડખીલી સમાન બન્યું હોઈ તેવા સમાચાર જાણવા મળી રહ્યા છે . પ્રાપ્ત માહિતી મુજબ મુંબઈના વિકેરોલીમાં ગોદરેજ એન્ડ બાયસ ગ્રુપની જમીન હતી જ્યાં બુલેટ ટ્રેનની ટનલનું પ્રવેશ દ્વાર છે સરકારે આ જમીન સંપાદન હેઠળ મૂકી છે.જેના વિરુદ્ધ કંપનીએ મુંબઈ હાઇકોર્ટમાં (Mumbai High Court) અરજી દાખલ કરીને સરકારને પડકાર આપ્યો હતો.પણ કોર્ટે આ અરજીને નકારી કાઢવાનો નિર્ણય લીધો છે અને અરજી ઉપર ચુકાદો આવી જતા હવે બુલેટ ટ્રેનના રસ્તામાં આવતો સૌથી મોટો હતી ગયો છે.

  • આખો દેશ બુલેટ ટ્રેન પરિયોજના ક્યારે સાકાર થાય તેની રાહ પણ જોઈ રહ્યું છે
  • મુંબઈ-અમદવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના રસ્તામાં ગોદરેજ ગ્રુપ આડખીલી સમાન બન્યું
  • કંપનીએ મુંબઈ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સરકારને પડકાર ફેંક્યો હતો પણ

જાણો શું છે સમગ્ર કેસની હકીતક
મુંબઈ ઉચ્ચ ન્યયાલયમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે મહારાષ્ટ્ર સરકાર નાર એનએચએસઆરસીએલ દ્વારા મુંબઈ ખાતે આવેલ વિકરોલી વિસ્તારમાં નિર્માણ પામતા પ્રોજેક્ટમાં જમીન સંપાદનના વીરૂયુદ્ધ ગોદરેજ એન્ડ બાયસ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીને નકારી દેવમાં આવી છે. કોર્ટે તેનો ચુકાદામાં ટાંક્યું હતું કે આ પરિયોજના ખરા અર્થમાં રાષ્ટ્રીય મહત્વ ધારેવે છે. અને તે ખરેખર જનતાની ભલાઈ માટે જ છે. નયાયમૂર્તિ આર.ડી.ધાનુકા અને ન્યાયમૂર્તિ એચ.એમ.સથાયેની ખંડપીઠે કહ્યું હતું કે આ યોજના યુનિક છે જેમાં ખાનગી હિત કરતાં જાહેર હિતને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ગોદરેજ કંપની આ રીતે રસ્તાના રોડા સમાન બની ગઈ હતી
આખા ભારતમાં સાકાર થનારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણને લઇને રાહ જોવાઈ રહી છે ત્યારે મુંબઈ-અમદવાદનો રૂટ પણ ખુબ મહત્વનો રૂટ ગણવામાં આવે છે. આ રૂટ વચ્ચેનું અંતર 508.17 કિલોમીટરબા વિસ્તારમાં રેલવે લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં 21 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ ટ્રેન અંડરગ્રાઉન્ડમાંથી પસાર થવા જય રહ્યો છે. પરંતુ મુંબઈના વિકરોલી ખાતે ગોદરેજની જમીન છે જ્યાં આ ટનલનું મુખ આવેલ છે. રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય ઉચ્ચ ગતિ રેલવે નિગમ લિમિટેડ (એનએચએસઆરસીએલે) દાવો કર્યો હતો કે આ કંપની રસ્તાના રોડા સમાન બની ગઈ છે જેને કારણે આખો પ્રોજેક્ટ અટકી રહ્યો છે. જોકે આ પરિયોજના ખરા અર્થ જનતાના હિત માટે સાકાર થવા જઈ રહી છે.

કંપનીને 264 કરોડનું વળતર પણ ચૂકવી દેવામાં આવ્યું છે|
સરકારે આ અરજી વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયને કહ્યું હતું કે ગોદરેજ અનેડ બાયસ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના વિક્રોલી વિસ્તારને છોડીને પરિયોજનાના આકહી જમીનનું સંપાદન થઇ ચૂક્યું છે. વધુમાં રાજ્ય સરકારે અદલાતને કહ્યું હતું કે,ગત ઓક્ટોબર મહિનામાં કંપનીને 264 કરોડ રૂપિયાનું વળતર પણ આપી દેવામાં આવ્યું છે. જોકે તે છતાં પણ ગોદરેજ એન્ડ બાયસ ગ્રુપ દ્વારા વળતર આપવા માટે 15 સપ્ટેમ્બર 2022ના રોજ આ આદેશને પડકાર ફેંકતી અરજી દાખલ કરવામાં આવી હતી.

Most Popular

To Top