ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ અમદાવાદમાં મતદાન કર્યું અને ત્યારબાદ તેમના મોટા ભાઈ (brother) સોમાભાઈ મોદી (Somabhai Modi) ને મળ્યા હતા. પીએમ મોદીને મળવાની વાત કરતાં સોમાભાઈ પણ ભાવુક (emotional) થઈ ગયા અને કહ્યું કે તેઓ ગર્વ અનુભવે છે.
પીએમ મોદી વિશે વાત કરતાં મોટા ભાઈ ભાવુક થઈ થયા
PM નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી PM વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું, “2014 પછી કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા કામને લોકો નજરઅંદાજ કરી શકે નહીં.” પીએમ મોદી અને તેમના ભાઈ વચ્ચે લગભગ 23 મિનિટ સુધી મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાનાં હાલચાલ પૂછ્યા હતા. ગુજરાતની ચૂંટણી અંગે સોમાભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ‘મતદારોને સંદેશ છે કે તેઓ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કરે અને એવા લોકોને પસંદ કરે જે દેશની પ્રગતિ કરે. 2014થી થયેલા વિકાસના કામોને લોકો મત આપશે.
સોમાભાઈએ પીએમ મોદીને આપી આ મહત્વની સલાહ
PM નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત વિશે વાત કરતા સોમાભાઈ મોદીએ કહ્યું કે તેમને PM બનતા અને દેશ માટે કામ કરતા જોઈને તેઓ ખૂબ જ ગર્વ અનુભવે છે. આ સિવાય તેણે જણાવ્યું કે મીટિંગ દરમિયાન તેણે પોતાના ભાઈને એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. તેમણે કહ્યું, ‘મેં તેમને (પીએમ મોદી) કહ્યું કે તેઓ દેશ માટે ઘણું કામ કરે છે, તેમણે થોડો આરામ પણ લેવો જોઈએ.’
100 વર્ષની ઉંમરે પણ મતદાન મથકે આવી મત આપ્યો
હીરા બાએ આજે રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. તેઓની 100 વર્ષની ઉંમર હોવા છતાં મતદાન મથક પર આવીને મત આપ્યો હતો. સામાન્ય રીતે જે મતદારો મતદાન મથક સુધી ન આવી શકતા હોય તેવા મતદારો માટે ચુંટણી પંચે ખાસ ઘરે બેઠા વોટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો કે આ સુવિધા હોવા છતાં હીરા બા વ્હીલચેર પર બેસીને મતદાન મથકે આવી મત આપ્યો હતો. આ ઉપરાંત પી.એમ મોદીએ પણ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. તેમજ ગુજરાતનાં મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.