પીએમ મોદીએ શનિવારે સુરત એરપોર્ટ પર બિહારના લોકોને સંબોધન કર્યું. સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે બિહારે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જાતિગત રાજકારણને નકારી કાઢ્યું છે. આ અવસર પર સુરત એરપોર્ટ પર ભેગા થયેલા બિહારના લોકોએ ગમછો લહેરાવી પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર PM મોદીનાં સ્વાગતમાં લોકોનો જોરદાર ઉત્સાહ જોવા મળ્યો. રસ્તાઓ પર લોકો ગમછો લહેરાવી PMનું સ્વાગત કરતા દેખાયા.
એરપોર્ટ પર સુરતના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જેઓ હાર્યા છે તેમને આ આઘાતમાંથી બહાર આવતા મહિનાઓ લાગશે. તેમણે કહ્યું કે બિહારની પ્રતિભા દુનિયામાં દરેક જગ્યાએ હાજર છે. અહીંના લોકો વૈશ્વિક રાજકારણને સમજે છે. બિહારે સાંપ્રદાયિકતાના ઝેરને નકારી કાઢ્યું. NDAએ બિહારમાં 243 માંથી 202 બેઠકો જીતી.
પીએમ મોદીએ કહ્યું, “બિહારે ઐતિહાસિક જીત મેળવી છે. જો હું બિહારના લોકોને મળ્યા વિના સુરત છોડી ગયો હોત તો મારી યાત્રા અધૂરી રહી હોત. તેથી ગુજરાતમાં રહેતા મારા બિહારી ભાઈઓ અને બહેનો, ખાસ કરીને સુરતમાં રહેતા લોકો આ અધિકારને પાત્ર છે. તમારી વચ્ચે આવવું અને આ વિજય ઉજવણીનો ભાગ બનવું એ પણ મારી સ્વાભાવિક ફરજ છે.”
અગાઉ તેમણે પંડોરી માતા મંદિરની મુલાકાત લીધી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પંડોરી માતાને પરિવાર દેવતા માનવામાં આવે છે. પીએમએ ડેડિયાપાડામાં 4 કિમીનો રોડ શો પણ કર્યો જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા. આ પછી તેમણે 9,700 કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું.