National

નવ વિપક્ષના નેતાઓએ પીએમ મોદીને લખ્યો પત્ર, કહ્યું ભાજપના શાસનમાં ભારતનું લોકતંત્ર ખતરામાં

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાની ધરપકડ (Arrest) પછી અરવિંદ કેજરીવાલ સહિત નવ વિપક્ષના નેતાઓએ (Leader) પીએમ (PM) મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારત (India) લોકતાંત્રિક દેશ છે. વિપક્ષના નેતાઓ સામે જે રીતે કેન્દ્રિય એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના પરથી સાબિત થઈ રહ્યું છે કે ભારતનાં લોકતંત્ર ઉપર ખતરો છે. જણાવી દઈએ કે આપના અરવિંદ કેજરીવાલ, બીઆરએસના કે, ચંદ્રશેખર રાવ, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી, આપના ભગવંત માન, રાજદના તેજસ્વી યાદવ, જેકેએનસીના ફારુક અબ્દુલ્લા, એનસીપીના શરદ પવાર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે તેમજ સપાના અખિલેશ યાદવે પીએમને આ પત્ર લખ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે 26 ફેબ્રુઆરી 2023નાં રોજ દિલ્હીના મનિષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી પરંતુ આ અંગે કોઈ સબૂત બતાવવામાં આવ્યાં ન હતા. આ ઉપરાંત સિસોદીયા ઉપર લગાવવામાં આવેલ તમામ આરોપ રાજનિતીથી જોડાયેલા છે. દેશની જનતામાં રોષ છે. સિસોદીયા સ્કૂલના શિક્ષણમાં બદલાવ લાવવામાં સફળ રહ્યાં હતા. સિસોદીયાની ધરપકડ દુનિયા સામે રાજનિતીમાં કરવામાં આવેલું એક ષડયંત્રનું ઉદાહરણ પૂરુ પાડે છે. પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે આ તમામ બાબતો ઉપરથી આ વાત પણ સાબિત થાય છે કે ભારતનું લોકતંત્ર ભાજપના સાશનમાં ખતરામાં છે.

પત્રમાં નેતાઓએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે વિપક્ષના નેતાઓ ઉપર આરોપો લગાવી રેડ પડાવી તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ ભાજપના નેતાઓ સામે થયેલી ફરિયાદ સામે થતી કાર્યવાહી ધીમી પડી ગઈ છે. જે વિપક્ષના નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે તેઓ સામે પણ હાલ કાર્યવાહી ચાલી રહી છે.

વિપક્ષના નેતાઓ દ્વારા પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને હવે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા (BJP) ની 2014 અને 2015 માં ED અને CBI દ્વારા શારદા ચિટ ફંડ કેસમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, સરમા ભાજપમાં જોડાયા બાદ તપાસ ઠપ્પ થઈ ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ નેતાઓ સુવેન્દુ અધિકારી અને મુહુલ રોયનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વધુમાં પત્રમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષી દળનું જે રાજયમાં સાશન ચાલી રહ્યું છે તે રાજયમાં પણ રાજયપાલનો હસ્તક્ષેપ વધી રહ્યો છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે ધણાં રાજયોમાં જાણીજોઈને રાજયપાલ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે જે લોકતંત્ર માટે સારું નથી.

Most Popular

To Top