ગાંધીનગર: આગામી તા.12મી મેએ પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતની (Gujarat) એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. જેના પગલે ગાંધીનગરમાં તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહાત્મા મંદિર ખાતે 1500 કરોડના ખાતમુહૂર્ત પીએમ મોદી દ્વારા કરાશે, જેના પગલે અમદાવાદ મનપા દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે રાજયમાં પ્રથમવાર રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘનુ અધિવેશન યોજવામાં આવનાર છે. આગામી તા 12મી મેના રોજ ગિફટ સિટી પાસે યોજનારા આ અધિવેશનને પીએમ મોદી સંબોધન કરશે. શિક્ષકોના આ અધિવેશનમાં પ્રધાનમંત્રી પણ ભાવિ પેઢીના યોગ્ય ઘડતર માટેની જવાબદારી સંભાળતા શિક્ષકો સાથે સંવાદ કરશે.